સોનગઢના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩. ગઇ તા.૧૭/૦૪/૨૦૨૬ ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશને ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હતો, જેમાં તા.૧૬/૦૪/૨૦૨૬ ના રાત્રી દરમ્યાન કોઇ અજાણ્યા ચોરે ઘરના દરવાજાને મારેલ તાળુ તોડી ઘરમાં લોખંડના કબાટમાં મુકેલ સોના ચાંદીના દાગીના કિ.રૂ.૨૪,૫૦૦/-ની મત્તાના તથા રોકડા રૂપિયા ૪૦,૦૦૦/- તેમજ બાજુના ઘરના પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા-૨૦,૦૦૦/- તેમજ એક દુકાનના ગલ્લા માંથી રોકડા રૂપિયા-૧૭૦૦/- મળી સોનાની એક વીટી અને ચાંદીના ઘરેણાઓ તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા-૮૬,૨૦૦/-ના મત્તાનો મુદામાલ ચોરી કરી લઇ નાસી ગયેલ.
તેમજ ગઇ તા.૨૨/૦૪/૨૦૨૬ ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશનમા ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હતો, જેમાં તા.૧૮/૦૪/૨૦૨૬ ના રાત્રી દરમ્યાન કોઈ અજાણ્યા ચોરે ઘરમાં ગુપ્ત ગૃહ અપપ્રવેશ કરી લાકડાના કબાટમાં મુકેલ એક સોનાની ચેન ૧૧ ગ્રામવાળી કિ.રૂ.૩૩,૦૦૦/- તથા ચાંદીના સાંકળા બે જોડી ૧૬૦ ગ્રામ કિ.રૂ.૬,૪૦૦/- ના મળી કુલ્લે કિ.રૂ.૩૯,૪૦૦/-તથા બીજા ઘરે આ અજાણ્યા ચોરે રાત્રી દરમ્યાન ધાબા ઉપર ચઢી ઘરમાં ઉતરી ગુપ્ત ગૃહ અપપ્રવેશ કરી લાકડાના કબાટના દરવાજા કોઈ સાધન વડે તોડી તેમા મુકેલ લોખંડની તિજોરીનુ તાળુ તોડી કબાટમાં મુકેલ સોના ચાંદીના દાગીના તથા જરૂરી દસ્તાવેજોની ચોરી કરી લઇ નાસી ગયેલ.
ગઇ તા.૧૨/૦૯/૨૦૨૬ ના રોજ ઉપરોકત બન્ને ગુનાઓમાં સંડોલવાયેલ આરોપીઓને શોધી કાઢવા મળેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ માણસોએ સી.સી.ટી.વી ફુટેજ જોવાની તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે તથા પોલીસને મળેલ સંયુકત બાતમી આધારે કડોદરા થી સુરત શહેર જતા રોડ ઉપર કોસમડા ગામ પાસેથી આ ગુનામાં સંડોવાયેલ આરોપી- રાકેશ ઉર્ફે બોબરો વસનાભાઈ પલાસને પકડી પાડી તેની પુછપરછ કરતા પોતે પોતાના પરિવાર તથા મિત્રો સાથે એપ્રિલમાં મજુરી કામ અર્થે ડોસવાડા ખાતે પડાવ નાંખી રહેતા હતા ત્યારે કૌટુંબીકભાઈ આરોપી- પંકજભાઇ વસના પલાસ તથા મિત્ર આરોપી- કૈવલ મનીયા ભાભોર સાથે રાત્રી દરમ્યાન અલગ અલગ સ્થળોએ ચોરી કરેલ હોવાનું કબુલતા કરતા આરોપી પાસેથી ટેકનો સ્પાર્ક કંપનીનો સ્માર્ટ મોબાઇલ ફોન કિ.રૂપિયા ૨૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ આરોપીને તા.૧૨/૦૯/૨૦૨૬ના રોજ અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પો.સ્ટે. ખાતે સોંપેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) રાકેશ ઉર્ફે બોબરો વસનાભાઇ પલાસ ઉ.વ.-૩૫ રહેવાસી ખજુરીયા ગામ પટેલ ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ
સંડોવાયેલ ગુનાઓની વિગત :-
(૧) સોનગઢ પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ A ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૬૧૦૨૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ની કલમ-૩૩૧(૪), ૩૦૫ મુજબ
(૨) સોનગઢ પો.સ્ટે. ગુ.ર.નં.-૧૧૮૨૪૦૦૪૨૬૧૦૫૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૫(એ), ૩૩૧(૪) મુજબ
કબજે કરેલ મુદ્દામાલઃ-
(૧) ટેકનો સ્પાર્ક કંપનીનો સ્માર્ટ મોબાઇલ ફોન જેના IMEI નંબર (૧) 358378395960507 (2) 358378395960519 કિ.રૂ. ૨,૦૦૦/-
ગુનાનો એમ.ઓ.
મજુરી કામ અર્થે પડાવમાં રહી બંધ ઘરોની રેકી કરી રાત્રી દરમ્યાન ઘરડોફ ચોરી કરવાની
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, પો.કો. વિપુલભાઇ રમણભાઇ, પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ, પો.કો. રોનક સ્ટીવંસન, પો.કો. રાજીશભાઇ ગોપાળભાઇ, હે.કો. તેજસકુમાર તુલસીરાવએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
