આત્મહત્યા અટકાયત દિન નિમિત્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના સમાજશાસ્ત્ર વિભાગમાં યોજાયો જાગૃતિ લક્ષી સેમિનાર

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા.૧૨. 10મી સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય આત્મહત્યા અટકાયત જાગૃતિ દિન નિમિત્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા સાહેબ, કુલસચિવ શ્રી ડૉ. રમેશદાન ગઢવી સાહેબ અને સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. મધુભાઈ ગાયકવાડ સાહેબની પ્રેરણાથી સમાજશાસ્ત્ર વિભાગમાં “આત્મહત્યા અટકાયત દિને વિશેષ જાગૃતિલક્ષી સેમિનાર” આજે તારીખ 10-09-2026ના રોજ યોજાયો. સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપિકા ડૉ.મોસાંબેન ત્રિવેદીએ કાર્યક્રમના પ્રમુખ વ્યક્તા તરીકે જાગૃતિલક્ષી વ્યાખ્યાન આપતા વિવિધ કારણોસર આત્મહત્યા કરનાર બાળવય, યુવાવય અને વૃદ્ધોના વધતાં પ્રમાણ અંગે રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ મુજબના આંકડાઓ અને વિવિધ કિસ્સાઓ સહિત વર્ણવ્યા. શૈક્ષણિક, કારકિર્દી, કૌટુંબિક-સામાજિક સંબંધો, પ્રેમસંબંધો, જેવી અનેક ઘટનાઓને પ્રશિષ્ઠ સમાજશાસ્ત્રી ઈમાઈલ દુરખાઈમના આત્મહત્યા અંગેના અભ્યાસ અંતર્ગત સામાજિક કારણો અને પાસાઓ સમજાવ્યા. મોટે ભાગે ગૃહિણીઓ સહિત અન્ય મહિલાઓના આત્મહત્યાના વધતાં બનાવો અંગે આંકડાકીય રજૂઆત સાથે તેની ગંભીરતા વ્યક્ત કરી; તેમજ થયેલ સંશોધનાત્મક અભ્યાસો અને વિવિધ સમિતિઓ થકી આપવામાં આવેલ માર્ગદર્શક સૂચનો તરીકે આત્મહત્યાની સ્થિતિને નિયંત્રિત કરવાના ઉપાયો અંગે માહિતી આપી. પ્રસ્તુત કાર્યક્રમનું સંયોજન પ્રા. પરેશ એસ. સાળવે એ કર્યુ હતું. આ કાર્યક્રમમાં વિભાગના સૌ અધ્યાપકોએ તેમ એમ.એ. સેમ-1 ના વિદ્યાર્થીઓએ સહભાગી બની સહયોગ આપ્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
