વરસાદી પડકારો વચ્ચે તાપી વહીવટી તંત્રની સમયસર કામગીરીએ જનવિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો

0
વરસાદી પડકારો વચ્ચે તાપી વહીવટી તંત્રની સમયસર કામગીરીએ જનવિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો
Contact News Publisher

અંતાપુરના સગર્ભા મહિલાને ૧૦૮ની ટીમે સમયસર ડોલવણ સીએચસી પહોંચાડી

સમયસર તપાસ અને તબીબી દેખરેખથી રીનાબેન કોંકણી સંપૂર્ણ સ્વસ્થ

પરિવારના અનુભવમાં ઝળક્યો આરોગ્ય તંત્ર પ્રત્યેનો વિશ્વાસ અને સંતોષ, કોંકણી પરિવારે આભાર વ્યક્ત કર્યો

ભારે વરસાદ વચ્ચે પણ અવિરત રહી જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને ૧૦૮ની જનસેવા

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૨૭. – ભલે ગમે તેટલો વરસાદ હોય, પરંતુ તાપી જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોના પડખે મજબૂતીથી ઊભુ હોય ત્યારે દરેક પડકારનો સમયસર સામનો શક્ય બની જાય છે. અતિશય વરસાદ દરમિયાન ડોલવણ તાલુકાના અંતાપુર ગામમાં પણ આવી જ એક ઘટનાએ પ્રજાજનોનો તંત્ર પ્રત્યેના વિશ્વાસને વધુ મજબુત બનાવ્યો છે.

 

અંતાપુર ગામે રહેતા સગર્ભા રીનાબેન ઈમાનભાઈ કોંકણીને ભારે વરસાદ વચ્ચે જ્યારે તબીબી સેવાની જરૂરિયાત ઉભી થઈ, ત્યારે પરિવારજનોએ ૧૦૮ ઇમરજન્સી સેવા પર સંપર્ક કર્યો હતો. કોલ મળતાની સાથે જ ૧૦૮ની ટીમ કોઈ વિલંબ કર્યા વગર અંતાપુર ગામે પહોંચી હતી. વરસાદી સ્થિતિ વચ્ચે પણ ટીમે સંપૂર્ણ સાવચેતી અને સંવેદનશીલતા સાથે રીનાબેનને ડોલવણના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડ્યા હતા.

 

જોકે રીનાબેનની તબિયત સારી જ હતી, પરંતુ સગર્ભાવસ્થાના આ અંતિમ તબક્કામાં અને ભારે વરસાદી માહોલમાં કોઈ આકસ્મિક તકલીફ ન ઊભી થાય તેવા આશયથી આરોગ્ય વિભાગે આ પૂર્વતૈયારી દર્શાવી હતી. હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસર ડો. ફાલ્ગુની આર. ગાવિત અને તબીબોની ટીમે તેમની પ્રાથમિક તપાસ કરી, જરૂરી કાળજી સાથે તેમને પોતાની સતત દેખરેખ હેઠળ રાખ્યા છે. હાલ રીનાબેન સંપૂર્ણપણે સ્વસ્થ છે.

 

રીનાબેનના પતિ ઈમાનભાઈ કોંકણીએ જણાવ્યું કે, વરસાદને કારણે અમને થોડી ચિંતા હતી, પરંતુ ૧૦૮ની ટીમે ખૂબ ઝડપથી પ્રતિસાદ આપ્યો. મારી પત્નીને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડીને ડોક્ટરોએ સારી સારવાર આપી. આજે તેમની તબિયત સારી છે. સમગ્ર આરોગ્ય તંત્ર અને ૧૦૮ ટીમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.

 

સામુહિક આરોગ્ય કેન્દ્ર, ડોલવણના મેડિકલ ઓફિસર ડૉ. ફાલ્ગુની આર. ગાવિતે જણાવ્યું કે, રીનાબેનનો ગર્ભાવસ્થાનો આઠમો માસ ચાલી રહ્યો હોવાથી હવે તેમની કાળજી ખુબ જ જરૂરી છે. હોસ્પિટલ ખાતે તેમની તપાસ થઈ છે, માતા તથા ગર્ભસ્થ શિશુ બંને સ્વસ્થ છે.

 

તાપી જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને ૧૦૮ ઇમરજન્સી સેવા સતત સંકલન સાથે કાર્યરત રહ્યા હતા. સામાન્ય નાગરિકોને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા મળી રહે તે માટે ટીમો ખડેપગે કામગીરી કરી રહી હતી. અંતાપુરની આ ઘટના એ વાતનો પુરાવો છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તાપી જિલ્લા વહીવટી તંત્ર દરેક નાગરિક સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *