સુરત રેલવે સ્ટેશન પર પરિવારથી વિખૂટા પડેલી બાળકીનું 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમે તાત્કાલિક શોધી સુરક્ષિત પુનઃમિલન કરાવ્યું

0
સુરત રેલવે સ્ટેશન પર પરિવારથી વિખૂટા પડેલી બાળકીનું 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમે તાત્કાલિક શોધી સુરક્ષિત પુનઃમિલન કરાવ્યું
Contact News Publisher

માહિતી મળતાની સાથે જ CHL ટીમે જાહેર Announcement અને સઘન શોધખોળ હાથ ધરી : બ્રિજ નજીકથી બાળકી સુરક્ષિત મળી આવતા જરૂરી કાઉન્સેલિંગ બાદ પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું.

 

CHL ટીમે બાળકીને સુરક્ષિત સ્થળે લઈ જઈ જરૂરી કાઉન્સેલિંગ તથા બાળ સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું. સુરક્ષિત પુનઃમિલન બાદ બાળકીની માતાએ 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો

 

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૩. તા. 12 સપ્ટેમ્બર 2026:. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર 1098 ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમને એક બાળકી તેના પરિવારથી વિખૂટા પડી હોવાની માહિતી તેની માતા પાસેથી પ્રાપ્ત થઈ હતી. માહિતી મળતાની સાથે જ CHL ટીમ દ્વારા બાળકીને સુરક્ષિત રીતે શોધી પરિવાર સાથે પુનઃમિલન કરાવવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

પ્રાથમિક તબક્કે રેલવે સ્ટેશન પર બાળકી અંગે જાહેર Announcement કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ બાળકીનો સંપર્ક ન થતાં CHL ટીમ દ્વારા રેલવે સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

 

શોધખોળ દરમિયાન પ્લેટફોર્મ નંબર 1થી પ્લેટફોર્મ નંબર 2, 3 અને 4 તરફ જતા બ્રિજ નજીક બાળકી એકલી મળી આવી હતી. CHL ટીમ દ્વારા બાળકીને સુરક્ષિત સ્થળે લઈ જઈ તેની સાથે જરૂરી વાતચીત કરવામાં આવી હતી અને પરિસ્થિતિ અંગે જરૂરી માહિતી મેળવવામાં આવી હતી.

 

પૂછપરછ દરમિયાન બાળકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે પાણી પીવા માટે ગઈ હતી અને પરત ફરતી વખતે રસ્તો ભૂલી જતાં પરિવાર સુધી પહોંચી શકી નહોતી.

 

બાળકીની સ્થિતિને ધ્યાનમાં રાખીને CHL ટીમ દ્વારા તેને CHL ઓફિસ ખાતે લઈ જઈ તેની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને જરૂરી કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન જાહેર સ્થળે પરિવારથી અલગ પડી જવાની પરિસ્થિતિમાં ગભરાયા વગર નજીકના જવાબદાર વ્યક્તિ, રેલવે સ્ટાફ, પોલીસ અથવા 1098 ચાઇલ્ડ હેલ્પલાઇનની મદદ લેવા અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી.

 

આ ઉપરાંત, ભવિષ્યમાં આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે પોતાની સલામતીનું ધ્યાન કેવી રીતે રાખવું અને યોગ્ય વ્યક્તિ પાસેથી મદદ કેવી રીતે મેળવવી તે અંગે પણ બાળકીનું માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.

 

ત્યારબાદ બાળકીની માતાને CHL ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા. માતાને જાહેર તથા ભીડવાળા સ્થળોએ બાળકની સલામતી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા બાળક સાથે સતત સંપર્ક અને દેખરેખ જાળવવા અંગે સમજ આપવામાં આવી હતી.

 

CHL ટીમ દ્વારા બાળકીની સલામતી સુનિશ્ચિત કરી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બાળકીનું તેની માતા સાથે સુરક્ષિત રીતે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.

 

બાળકીને સમયસર શોધી સુરક્ષિત રીતે પરિવાર સાથે પુનઃમિલન કરાવવા બદલ બાળકીની માતાએ 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને ટીમ દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક કામગીરીની પ્રશંસા કરી હતી.

 

આ સમગ્ર કામગીરી દરમિયાન 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક પ્રતિસાદ, જાહેર Announcement, સઘન શોધખોળ, બાળકીની સુરક્ષિત શોધ, સલામતી સુનિશ્ચિત કરવી, કાઉન્સેલિંગ, બાળ સુરક્ષા અંગે માર્ગદર્શન, પરિવારને જરૂરી સમજ અને સુરક્ષિત પુનઃમિલન જેવી કામગીરી કરવામાં આવી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *