સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઉચ્છલના ચિતપુર ગામે ગ્રામજનો દ્વારા યોજાઈ સ્વચ્છતા ઝુંબેશ

0
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઉચ્છલના ચિતપુર ગામે ગ્રામજનો દ્વારા યોજાઈ સ્વચ્છતા ઝુંબેશ
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૭ – તાપી જિલ્લામાં “સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)” યોજના હેઠળ ગામડાઓને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવા માટે સતત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત રવિવારના રોજ ઉચ્છલ તાલુકાના ચિતપુર ગામે વિશેષ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમ દરમિયાન ચિતપુર ગામના જાહેર રસ્તાઓ, મહોલ્લાઓ તથા રસ્તાની આજુબાજુના વિસ્તારોમાં એકત્ર થયેલા કચરાની સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં ગામની મહિલાઓ સહિત ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સાવરણા હાથમાં લઈ ઉત્સાહભેર સફાઈ કામગીરી હાથ ધરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. ચોમાસાની ઋતુમાં રોગચાળો ન ફેલાય અને પર્યાવરણ સ્વચ્છ રહે તે હેતુથી આ પ્રકારના સફાઈ અભિયાન દ્વારા લોકોને પોતાના આંગણાં અને જાહેર સ્થળો સ્વચ્છ રાખવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *