વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન પોષણ માસની ઉજવણી અંતર્ગત તાપી જિલ્લાની શ્રેષ્ઠ કામગીરી

0
વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન પોષણ માસની ઉજવણી અંતર્ગત તાપી જિલ્લાની શ્રેષ્ઠ કામગીરી
Contact News Publisher

મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડો. મનીષાબેન વકીલના હસ્તે તાપી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલનું સન્માન 

 — 

પોષણ માસ દરમિયાન પોર્ટલ પર સૌથી વધુ નોંધણી બદલ ગુજરાત રાષ્ટ્રીયકક્ષાએ અને તાપી જિલ્લો રાજ્યકક્ષાએ ચોથા ક્રમે

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૧. :- મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હસ્તક તાપી જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ‘પોષણ માસ’ની ઉજવણી અંતર્ગત વિવિધ પોષણલક્ષી પ્રવૃત્તિઓ તથા જનજાગૃતિ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ અભિયાન હેઠળ તાપી જિલ્લાના આઈ.સી.ડી.એસ. વિભાગ, બાળ વિકાસ યોજના અધિકારીઓ, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક કામગીરી કરી ઓનલાઈન પોર્ટલ પર મોટા પ્રમાણમાં પ્રવૃત્તિઓની એન્ટ્રીઓ કરવામાં આવી હતી. જેના પરિણામે ગુજરાત રાષ્ટ્રીયકક્ષાએ અને તાપી જિલ્લો રાજ્યકક્ષાએ ચોથો ક્રમ હાંસલ કર્યો છે.

 

તાપી જિલ્લાની આ ઉત્કૃષ્ટ અને નોંધપાત્ર કામગીરીને બિરદાવતાં, મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ડો. મનીષાબેન વકીલ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રીના હસ્તે તાપી જિલ્લાના પ્રોગ્રામ ઓફિસરશ્રી તન્વી પી. પટેલને પ્રશસ્તિપત્ર એનાયત કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

આ ગૌરવવંતી સિદ્ધિ તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના કુશળ માર્ગદર્શન હેઠળ સમગ્ર આઈ.સી.ડી.એસ. ટીમ, સી.ડી.પી.ઓ. (CDPO), મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની અથાક મહેનત તથા સંકલિત કામગીરીનું પરિણામ છે.

 

તાપી જિલ્લાની આ ઉપલબ્ધિથી પોષણ અભિયાનને વધુ વેગ મળ્યો છે. સાથે જ, જિલ્લામાં બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓના આરોગ્ય અને સુપોષણ અંગે જનજાગૃતિ લાવવાની દિશામાં ચાલી રહેલા પ્રયાસોને નવું પ્રોત્સાહન મળ્યું છે. આ અદ્ભુત સિદ્ધિ બદલ તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી દ્વારા પણ સમગ્ર તાપી આઈ.સી.ડી.એસ. પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.o

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *