પીએચસી દેગામા દ્વારા ખાડીપાર ફળિયા ખાતે આરોગ્ય અને રોગચાળા નિયંત્રણ કામગીરી હાથ ધરાઈ

0
પીએચસી દેગામા દ્વારા ખાડીપાર ફળિયા ખાતે આરોગ્ય અને રોગચાળા નિયંત્રણ કામગીરી હાથ ધરાઈ
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૨૬ :- તાપી જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને લઈને જનસ્વાસ્થ્યની સુરક્ષા અને રોગચાળા ન ફેલાય તેવા આશય સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેગામા હેઠળના AAM-દેગામા ૧ ના ખાડીપાર ફળિયા ખાતે NVBDCP અંતર્ગત ઘર-ઘર સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

 

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોની અટકાયત માટે ઘરોઘર તપાસ કરવામાં આવી હતી. મચ્છરોના ઉપદ્રવને અટકાવવા એન્ટીલાર્વલ કામગીરી તેમજ પાણીની શુદ્ધતા ચકાસવા માટે ક્લોરિનેશન OT ટેસ્ટ કરાયો હતો.

 

શુદ્ધ પીવાના પાણી માટે ક્લોરિન ગોળીઓ અને નાગરિકોને દવાઓ, ors વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને પાણી ઉકાળીને પીવાની સલાહ તેમજ મચ્છરોથી થતા રોગો અને તેનાથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *