માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા હાથ ધરાયેલી ઉનાઈ, બુહારી, મઢી, માંડવી રોડની પેચ મરામત કામગીરીનું મુખ્ય ઈજનેર અમિત જી. વસાવા દ્વારા નિરીક્ષણ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૬. તાપી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તક આવેલા ઉનાઈ, બુહારી, મઢી, માંડવી રોડ (ESH-5) પર ચે. 102/2 થી 128/0 સુધી Ecofix મટીરીયલ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી પેચ મરામત કામગીરીનું રવિવારે મુખ્ય ઈજનેર (દક્ષિણ ગુજરાત), માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), શ્રી અમિત જી. વસાવા દ્વારા સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
નિરીક્ષણ દરમિયાન મુખ્ય ઈજનેરશ્રીએ પેચ મરામત કામગીરીની ગુણવત્તા, કામગીરીની પ્રગતિ તેમજ વર્તમાન વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારીઓ રાખવા અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે કામગીરી ગુણવત્તાયુક્ત રીતે અને ઝડપી ગતિએ પૂર્ણ કરવા સૂચના આપી હતી, જેથી માર્ગ વહેલી તકે વાહનવ્યવહાર માટે વધુ સુરક્ષિત અને સુગમ બની રહે તેમજ વરસાદી મોસમ દરમિયાન જનતાને પડતી મુશ્કેલીઓમાં ઘટાડો થાય.
નિરીક્ષણ દરમિયાન માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરશ્રી મનોજ પટેલ, આરએનબી પંચાયતના કાર્યપાલક ઈજનેરશ્રી ડી.એ. પટેલ સહિત સંબંધિત અધિકારીઓ તથા તકનિકી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
