સોનગઢના વડદા પી ભેંસરોટ ખાતે ક્ષતિગ્રસ્ત માર્ગનું ત્વરિત રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ

0
સોનગઢના વડદા પી ભેંસરોટ ખાતે ક્ષતિગ્રસ્ત માર્ગનું ત્વરિત રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ
Contact News Publisher

(​માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૬. :- ચોમાસા દરમિયાન વાડી આશ્રમ રોડ, વડદા પી. ભેંસરોટ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પડતી મુશ્કેલીને ધ્યાને લઈ તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

​માર્ગ અને મકાન (સ્ટેટ) દ્વારા રોડ પર ભરાયેલા પાણીના નિકાલ સાથે ક્ષતિગ્રસ્ત ભાગ પર કપચી/મેટલ પાથરીને રસ્તો સમતલ કરાયો હતો.

 

​ખાડા પૂરીને રસ્તાને તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર માટે સુગમ બનાવવામાં આવ્યો છે. તંત્રની આ ત્વરિત કામગીરીથી વાડી આશ્રમ રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને ગ્રામજનોને રાહત મળી છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *