સોનગઢના વડદા પી ભેંસરોટ ખાતે ક્ષતિગ્રસ્ત માર્ગનું ત્વરિત રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૬. :- ચોમાસા દરમિયાન વાડી આશ્રમ રોડ, વડદા પી. ભેંસરોટ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પડતી મુશ્કેલીને ધ્યાને લઈ તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
માર્ગ અને મકાન (સ્ટેટ) દ્વારા રોડ પર ભરાયેલા પાણીના નિકાલ સાથે ક્ષતિગ્રસ્ત ભાગ પર કપચી/મેટલ પાથરીને રસ્તો સમતલ કરાયો હતો.
ખાડા પૂરીને રસ્તાને તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર માટે સુગમ બનાવવામાં આવ્યો છે. તંત્રની આ ત્વરિત કામગીરીથી વાડી આશ્રમ રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને ગ્રામજનોને રાહત મળી છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
