રાહત-પુનઃસ્થાપન કામગીરી અને આરોગ્ય-સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા અધિકારીઓને સૂચનો કરતા વાસ્મો સચિવશ્રી સ્તુતિ ચારણ

0
https://play.google.com/store/apps/details?id=in.aaaos.gujaratraksha
Contact News Publisher

સ્થાનિક ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી સમયસરની રાહત અને બચાવ કામગીરી બદલ ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો

વાસ્મો સચિવશ્રી સ્તુતિ ચારણ એ ઉકાઈ તાલુકાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૬. :- વાસ્મો સચિવશ્રી સ્તુતિ ચારણે રવિવારે તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

 

આ મુલાકાત દરમિયાન તેમણે અસરગ્રસ્ત પરિવારો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને રસ્તા, આરોગ્ય, સ્વચ્છતા અને પીવાના પાણીના ક્લોરીનેશનની કામગીરીનું જાતનિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.

 

આ તકે સચિવશ્રીએ ઉપસ્થિત તમામ સંબંધિત અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું કે, રાહત અને પુનઃસ્થાપનની પરિણામલક્ષી કામગીરી સહિત અસરગ્રસ્ત પરિવારોને જરૂરી તમામ સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવવા અને સ્વચ્છતા અને જાહેર આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સબંધિતોને માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો કર્યા હતા.

 

સચિવશ્રી ચારણે ઉકાઈ તાલુકાના ધજાંબા અને ઉખલદા ગામે ભારે વરસાદથી અસરગ્રસ્ત ગ્રામજનોની સ્થિતિ, થયેલા નુકસાન અને આરોગ્ય સંબંધિત જરૂરિયાતો અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

 

તેમણે ગ્રામજનોને વરસાદ બાદ સ્વચ્છતા જાળવવા, શુદ્ધ પીવાનું પાણી ઉપયોગમાં લેવા અને

આરોગ્યલક્ષી જરૂરી તકેદારી રાખવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

 

ગામોની મુલાકાત બાદ સચિવશ્રીએ ઉકાઈ ડેમની પણ મુલાકાત લીધી હતી. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી સ્મિત જાગીરદારે તેમને ઉકાઈ ડેમની વર્તમાન સ્થિતિ અને જળસ્તર અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

 

મુલાકાત દરમિયાન સ્થાનિક ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી સમયસરની રાહત અને બચાવ કામગીરી બદલ ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો હતો.

 

આ મુલાકાત વેળાએ નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.આર. બોરડ, વ્યારા પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, સ્થાનિક મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *