વીજ વાયરોની ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ વીજ વાયરો સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

0
વીજ વાયરોની ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકાલી ચોરીમાં ગયેલ વીજ વાયરો સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૫. તાજેતરમાં તા. ૦૮/૦૭/૨૦૨૬ ના રોજ પેટા વિભાગીય કચેરી ડોલવણના જુનિયર એન્જીનિયર મોહમદ અબરાર સોહાબ રાંદેરીની ફરીયાદ આધારે ડોલવણ પોલીસ સ્ટેશન વાયર ચોરીનો અનડીટેકટ ગુનો રજીસ્ટર થયેલ હતો. જેમાં ગાંગપુર ગામની સીમમાં આવેલ વિજ પોલ નં.૪૧/૨૨/૨ થી ૪૧/૨૨/૨૯ સુધીના વિજપોલ ઉપરથી કોઇ અજાણ્યા ચોરે એલ્યુમિનીયમનો વીજ વાયર (આશરે ૦૩ કિ.મી.લાંબો જેનુ વજન આશરે ૪૦૦ કિલો ગ્રામ જેટલો)  વીજ પોલ ઉપર ચઢી કોઇ સાધન વડે કાપી ચોરી કરી નાશી ગયેલ હતો. ગઇ તા.૧૪/૦૭/૨૦૨૬ ના રોજ શ્રી,ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો પોલીસ માણસોએ પોતાના અંગત ખાનગી બાતમીદારો રોકી તપાસમા હતા. જે ગુનાના કામે ચોરીમાં ગયેલ ચોર, મુદ્દામાલ અને ચોર ઇસમની તપાસ અર્થે એલ.સી.બી./પેરોલ ફર્લોના પોલીસ માણસો ફરીયાદી સાહેદોની પુછપરછ તેમજ સી.સી.ટીવી ફુટેજ જોવાની તેમજ ખાનગી બાતમીદારો મારફતે તપાસ તજવીજ ચાલુ કરેલ હતી. દરમ્યાન પો.કો. વિપુલભાઇ રમણભાઇ અને પો.કો. રોનક સ્ટીવન્સનને સયુકત રીતે ખાનગી રાહે મળેલ બાતમી આધારે ડોલવણ ચાર રસ્તા બામણામાળ ગામ તરફના રસ્તે આશરે ૧૦૦ મીટર જેટલુ આગળ જતા રોડની ડાબી તરફે બે પાકી દુકાન શટર વાળી દુકાનમાં તપાસ કરી આરોપીઓ- (૧) સુખદેવ મુન્નાલાલ ભાટ ઉ.વ.૨૨ ધંધો.મજુરી હાલ રહે.ડોલવણ ચાર રસ્તા પાસે, ઉમેશભાઇ પટેલની દુકાનમાં તા. ડોલવણ જી.તાપી મુળ રહે.ગામ-દેદપુરા, થાના-મસુદા જી.વ્યાવર રાજસ્થાન (૨) સુખદેવ ઉર્ફે કુકા પુનમસીંગ રાવત ઉ.વ.૨૧ રહે.ડોલવણ ચાર રસ્તા પાસે, ઉમેશભાઇ પટેલની દુકાનમાં તા.ડોલવણ જી.તાપી મુળ રહે.ગામ-દેદપુરા, થાના-મસુદા જી.વ્યાવર રાજસ્થાન (૩) ગોવિંદસીંગ સોનુસીંગ રાવત ઉ.વ.૧૮ રહે.ડોલવણ ચાર રસ્તા પાસે, ઉમેશભાઇ પટેલની દુકાનમાં તા.ડોલવણ જી.તાપી મુળ રહે.ગામ-પ્રતાપપુરા-૨, થાના-મસુદા જી.વ્યાવર રાજસ્થાન ને પકડી પાડી પુછપરછ કરતા તેઓ ત્રણેય કોન્ટ્રાક્ટમાં જુના વીજ તાર ઉતારી નવા વીજ તાર લગાડવાનુ કામ કરે છે. આ ત્રણેયને સાથે રાખી સાથેની બીજી દુકાન ખોલાવી તેમાં ચેક કરતા તે દુકાનમાંથી એલ્યુમિનીયમના જુના વીજ વાયર ગોળ વીટાળેલ મુકેલ હોય તથા એક લોખંડનુ વાયર કાપવાનુ કટર મળી આવેલ જે બાબતે ત્રણેયને વધુ પુછપરછ કરતા ગઇ તા.૦૬/૦૭/૨૦૨૬ ના પોતે ત્રણેય તથા સહ આરોપીઓ (૧) મહાવીર સીંગ મોહનસીંગ રાવત (૨) જગદીશ સીંગમોહનસીંગ રાવત (૩) જીતેન્દ્ર સીંગનાઓ સાથે મળીને વીજના થાભલા ઉપરથી વીજ લાઇનના જુના વાયર આશરે ૪૦૦ કિલો ગ્રામ કિ.રૂ.૪૦,૦૦૦/- ના ચોરી કરેલાની કબુલાત કરી હતી, પકડાયેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આગળની વધુ કાર્યવાહી માટે ડોલવણ પો.સ્ટે. ખાતે સોંપેલ છે.

પકડાયેલ આરોપી :-

(૧) સુખદેવ મુન્નાલાલ ભાટ ઉ.વ.૨૨ ધંધો.મજુરી હાલ રહે.ડોલવણ ચાર રસ્તા પાસે, ઉમેશભાઇ પટેલની દુકાનમાં તા.ડોલવણ જી.તાપી મુળ રહે.ગામ-દેદપુરા, થાના-મસુદા જી.વ્યાવર રાજસ્થાન

(૨) સુખદેવ ઉર્ફે કુકા પુનમસીંગ રાવત ઉ.વ.૨૧ રહે.ડોલવણ ચાર રસ્તા પાસે, ઉમેશભાઇ પટેલની દુકાનમાં તા.ડોલવણ જી.તાપી મુળ રહે.ગામ-દેદપુરા, થાના-મસુદા જી.વ્યાવર રાજસ્થાન

(૩) ગોવિંદસીંગ સોનુસીંગ રાવત ઉ.વ.૧૮ રહે.ડોલવણ ચાર રસ્તા પાસે,ઉમેશભાઈ પટેલની દુકાનમાં તા.ડોલવણ જી.તાપી મુળ રહે.ગામ-પ્રતાપપુરા-૨, થાના-મસુદા જી.વ્યાવર રાજસ્થાન

વોન્ટેડ આરોપીઓ-

(૧) મહાવીર સીંગ મોહનસીંગ રાવત રહે. રહે.ગામ-પ્રતાપપુરા થાના-મસુદા જી.વ્યાવર રાજસ્થાન

(૨) જગદીશ સીંગમોહનસીંગ રાવત રહે. રહે.ગામ-પ્રતાપપુરા થાના-મસુદા જી.વ્યાવર રાજસ્થાન

(૩) જીતેન્દ્ર સીંગ રહે. રહે.ગામ-જીવાના થાના-મસુદા જી.વ્યાવર રાજસ્થાન

ડીટેક્ટ થયેલ ગુનાઓની વિગત :-

(૧) ડોલવણ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૯૨૬૦૬૫૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ

કબજે કરેલ મુદ્દામાલઃ-

(૧) એલ્યુમિનીયમના વીજ વાયર ૨૯.૫૫૦ કિલો કિ.રૂ.૨૯૫૫/, (૨) વાયર કાપવા માટેનુ કટર કિ.રૂ.૫૦૦/-, (૩) ટ્રોલી સાથેનુ ટેક્ટર નંબર વગરનુ કિ.રૂ.૩,૦૦,૦૦૦/-, (૪) મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૮૦૦૦/-, (૫) રોકડા રૂપીયા ૧૨૫૦૦/- ઉપરોકત તમામ ચીજવસ્તુ કિ.રૂ. ૩,૩૩,૯૫૫/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહીલ, એલ.સી.બી., જી.તાપી તથા પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઈ, હે.કો. વિનોદભાઈ પ્રતાપભાઇ, હે.કો. હરપાલસિંહ અભેસિંહ, હે.કો. યુવરાજસિંહ જશુભા, પો.કો. વિપુલભાઇ રમણભાઇ, પો.કો. રોનક સ્ટીવન્સન, પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ, પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ, આ.હે.કો. તેજશભાઇ તુલસીરાવએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *