સોનગઢની નંદનવન સોસાયટીમાં નવરાત્રિ પર્વ નિમિત્તે કન્યા પૂજનનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. સોનગઢની નંદનવસ સોસાયટી ખાતે આજે નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે નાની બાળાઓના કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના તમામ વડીલોએ ભક્તિભાવપૂર્વક બાળાઓનું પૂજન કર્યું હતું. બાળાઓની આરતી ઉતારી તેમને ઉપહાર અર્પણ કરીને આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિ દરમિયાન માતા નવદુર્ગાની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે. ખાસ કરીને દુર્ગા પર્વમાં કન્યા પૂજન કરવાની પરંપરા શક્તિ, પવિત્રતા અને નારી સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. નાની બાળાઓમાં માતાજીનાં સ્વરૂપનાં દર્શન કરીને તેમની પૂજા કરવામાં આવે છે.
નંદનવસ સોસાયટીમાં આયોજિત આ ધાર્મિક કાર્યક્રમથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે સોસાયટીના વડીલો અને રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સનાતન સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.
●●●
