ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજ ખાતે ‘RHYTHM 2k26’ વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૪. ભરૂચની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થા SVMIT (શ્રી સદવિદ્યા મંડળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) ખાતે વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ ‘RHYTHM 2k26’ અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે સંપન્ન થયો હતો. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન સંસ્થાનાં ડાયરેક્ટર જે. એમ. પટેલ તથા પ્રિન્સિપલ ડો. દિપક દેવરેનાં માર્ગદર્શન હેઠળ ઇવેન્ટ કોર્ડીનેટર ડો. દિપક ગોસાઈ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજનાં તમામ ફેકલ્ટી સભ્યો તેમજ વિદ્યાર્થી કો-ઓર્ડિનેટરો ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. સાંસ્કૃતિક સંધ્યા દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની કલા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ તાજેતરમાં યોજાયેલ સ્પોર્ટ્સ વીક દરમિયાન વિવિધ રમતોમાં વિજેતા બનેલ ખેલાડીઓને પણ મેડલ અને એવોર્ડ્સ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. અંતમાં ડી.જે. અને ગરબાનાં તાલ સાથે હર્ષોલ્લાસભેર સદર કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
