જ્યોતિષાચાર્ય અને કવિ ડો.નિલેશ પટેલ લિખિત પુસ્તક જ્યોતિષનાં ટુચકાઓ અને ઉપાયોનું વિમોચન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૧. ઓલપાડ તાલુકાનાં સાયણ નગરનાં રહેવાસી પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય અને કવિ ડો.નિલેશ પટેલ લિખિત અને ગજાનન પુસ્તકાલય દ્વારા પ્રકાશિત પુસ્તક ‘જ્યોતિષનાં ટુચકાઓ અને ઉપાયો’ (સુખ,શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે) નું વિમોચન ઓસરી હોલ, સુરત ખાતે મુખ્ય મહેમાન એડવોકેટ શ્રેયાંશ દેસાઈનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ડો.વિજયભાઈ ઠક્કર, રમેશભાઈ પારસિયા અને કાનજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે યુવા જ્યોતિષાચાર્ય વિદિત દ્વિવેદીએ પુસ્તકનો પરિચય આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન કવિ કિરણસિંહ ચૌહાણે કર્યું હતું. અંતમાં આભારવિધિ શ્રીમતી ઉર્વશી નિલેશ પટેલે આટોપી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
