સુરત જિલ્લાનાં પ્રતિભાશાળી શિક્ષક રાજેશ સોલંકી નેશન’સ પ્રાઈડ એવોર્ડ ૨૦૨૬ તથા માનદ ડોક્ટરેટથી પદવીથી સન્માનિત

0
IMG-20260503-WA0010
Contact News Publisher

ગ્રામ્ય શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ યોગદાન બદલ સન્માન, શિક્ષણ જગતમાં આનંદની લાગણી વ્યાપી

અનન્ય, સર્જનાત્મક અને પ્રેરણાદાયક યોગદાન બદલ રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત લિંગડ પ્રાથમિક શાળામાં વર્ષોથી સમર્પિત ભાવના સાથે શૈક્ષણિક સેવા આપતા કર્તવ્યનિષ્ઠ અને પ્રતિભાશાળી શિક્ષક રાજેશ નાગજીભાઈ સોલંકીને શિક્ષણ ક્ષેત્રે તેમનાં અનન્ચ સર્જનાત્મક અને પ્રેરણાદાયક યોગદાન બદલ રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત થયું છે. રાજેશ સોલંકીને પ્રતિષ્ઠિત Gyan Uday Foundation દ્વારા Nation’s Pride Award 2026 એનાયત કરવામાં આવ્યો છે, જે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરનાર વ્યક્તિઓને અપાતું એક વિશિષ્ટ રાષ્ટ્રીય સન્માન છે. વધુમાં, Well Educational And Peace Council દ્વારા તેમને Doctorate in Education (માનદ ડોક્ટરેટ) એવોર્ડ 2026 માટે પસંદ કરવામાં આવ્યા છે. જે તેમનાં કુશળ નેતૃત્વ, સંશોધનાત્મક અભિગમ અને સમાજ પ્રતિ પ્રતિબદ્ધતાને માન્યતા આપે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજેશ સોલંકી લાંબા સમયથી ગ્રામ્ય વિસ્તારનાં વિધાર્થીઓમાં ગુણવત્તાસભર શિક્ષણ, મૂલ્ય આધારિત અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયત્નશીલ રહ્યાં છે. તેમની શિક્ષણ પદ્ધતિમાં નવીનતા, શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ અને વિધાર્થી કેન્દ્રિત અભિગમ ખાસ નોંધપાત્ર છે. તેમનાં માર્ગદર્શન હેઠળ અનેક વિધાર્થીઓએ શૈક્ષણિક તથા સહ-પાઠ્ય પ્રવૃત્તિઓમાં ઉત્તમ સિદ્ધિઓ હાંસલ કરી છે. આ દ્વિવિધ સન્માન માત્ર તેમનાં વ્યક્તિગત યોગદાનને જ નહીં, પરંતુ સમગ્ર ગ્રામ્ય શિક્ષણ પ્રણાલી માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. તેમની આ સિદ્ધિથી સુરત જિલ્લા તેમજ સમગ્ર શિક્ષણ જગતમાં ગૌરવ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક આગેવાનો, શિક્ષણવિદો અને ગ્રામજનો દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે તથા તેમને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવા અંગે શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

સૌથી મહત્વપૂર્ણ બાબતો ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *