SBI કામરેજનાં સહયોગથી આખાખોલ પ્રાથમિક શાળાને વોટર કુલરની ભેટ

0
SBI કામરેજનાં સહયોગથી આખાખોલ પ્રાથમિક શાળાને વોટર કુલરની ભેટ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૨.  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કામરેજ ચાર રસ્તા બ્રાન્ચનાં સહયોગથી કામરેજ તાલુકાની આખાખોલ પ્રાથમિક શાળા ખાતે વોટર કુલરની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જેનો ઋણ સ્વીકાર કાર્યક્રમ આજરોજ શાળા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ શાખાનાં બ્રાન્ચ મેનેજર આદિત્યકુમારનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. શાળાનાં આચાર્ય સિરાજભાઈ મુલતાનીએ બ્રાન્ચ મેનેજર સહિત ઉપસ્થિત તમામ એસ.એમ.સી. સભ્યો, સ્ટાફગણ અને બાળકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મેનેજરનાં વરદ હસ્તે વોટર કુલર શાળાને અર્પણ કરવામાં આવ્યું હતું.

અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતાં મેનેજર આદિત્યકુમારે આવા ઋણ સ્વીકાર કાર્યક્રમની સરાહના કરી હતી અને આવનારા વર્ષોમાં પણ શાળાને આ રીતે સહયોગ આપવા માટે ઉત્સુકતા દર્શાવી હતી. આ દાનથી ઉનાળામાં બાળકોને ઠંડા પાણીની સુવિધા મળી રહેશે. કાર્યક્રમના અંતે કલ્પેશભાઈ પટેલે આભારવિધિ કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધર્મેન્દ્રભાઈ પટેલે કર્યું હતું.SBI કામરેજનાં સહયોગથી આખાખોલ પ્રાથમિક શાળાને વોટર કુલરની ભેટ

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *