સુરત રેલવે સ્ટેશન પર 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન અને RPFની સંકલિત કામગીરીથી પિતાથી વિખૂટા પડેલા બાળકને સુરક્ષિત આશ્રય

0
સુરત રેલવે સ્ટેશન પર 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન અને RPFની સંકલિત કામગીરીથી પિતાથી વિખૂટા પડેલા બાળકને સુરક્ષિત આશ્રય
Contact News Publisher

પ્લેટફોર્મ નં. ૧ પરથી મળી આવેલ બાળકનું કાઉન્સેલિંગ કરી જરૂરી પ્રક્રિયા બાદ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે સુરક્ષિત હસ્તાંતરણ

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૮. તા. 07/10/2026ના રોજ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ પરથી એક બાળક 1098 ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમના સંપર્કમાં આવ્યું હતું. ટીમ દ્વારા બાળકને સુરક્ષિત રીતે 1098 કચેરી ખાતે લાવવામાં આવ્યું હતું, જ્યાં બાળક સાથે વિશ્વાસપૂર્ણ અને સંવેદનશીલ વાતચીત કરી તેની પરિસ્થિતિ સમજવા માટે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

 

કાઉન્સેલિંગ દરમિયાન બાળક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે પોતાના પિતા સાથે રતલામ જવા માટે રેલવે સ્ટેશન પર આવ્યું હતું. મુસાફરી દરમિયાન બાળક પોતાના પિતાથી વિખૂટું પડી ગયું હતું. બાળકના જણાવ્યા મુજબ, તે બાથરૂમ માટે ગયું હતું ત્યારે તેના પિતા પ્લેટફોર્મ નં. ૩ પર હતા. બાળક પરત ફર્યું ત્યારે તેના પિતા ટ્રેનમાં જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બાળક પ્લેટફોર્મ નં. ૧ પર આવ્યું હતું, જ્યાં તે 1098 ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમના સંપર્કમાં આવ્યું હતું.

 

બાળકને પરિવાર સાથે પુનઃમિલન કરાવવાના હેતુથી રેલવે સ્ટેશન પર જરૂરી જાહેર જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં, બાળકના પિતા અથવા પરિવારજનોનો સંપર્ક ન થતાં બાળકની સુરક્ષા અને શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને 1098 ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ દ્વારા આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

ત્યારબાદ બાળકને સુરત રેલવે સ્ટેશનની RPF કચેરી ખાતે લઈ જવામાં આવ્યું હતું. 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન અને RPF ટીમ દ્વારા બાળકની સુરક્ષા, સંભાળ અને શ્રેષ્ઠ હિતને પ્રાથમિકતા આપી જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બાળકની જરૂરી તબીબી તપાસ પણ કરાવવામાં આવી હતી.

 

સમગ્ર પ્રક્રિયા દરમિયાન 1098 ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ દ્વારા બાળકનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. બાળક સાથે હકારાત્મક અને વિશ્વાસપૂર્ણ વાતચીત કરી તેને જરૂરી સહાય તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકને સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે RPF તથા 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા સંકલિત કામગીરી કરવામાં આવી હતી.

 

બાળકના શ્રેષ્ઠ હિત, સુરક્ષા અને સંભાળને પ્રાથમિકતા આપીને, જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન તથા RPFની સંકલિત કામગીરીથી બાળકને નિયમોનુસાર ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે સુરક્ષિત રીતે હસ્તાંતરિત કરવામાં આવ્યું હતું.

 

1098 ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા મુશ્કેલીની પરિસ્થિતિમાં રહેલા બાળકોને સુરક્ષા, કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવાની કામગીરી કરવામાં આવે છે. રેલવે પરિસરમાં બાળકોની સુરક્ષા માટે RPF અને 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન વચ્ચેનું સંકલન બાળકોના શ્રેષ્ઠ હિતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *