વ્યારા તાલુકા કલામહાકુંભમાં ઉકાઇ જીઇબી કોલોનીનું ગૌરવ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૦૮. તાજેતરમા વ્યારા તાલુકા કલામહાકુંભ વ્યારાની દક્ષિણાપથ વિધ્યાલય ખાતે યોજાયેલ હતો જેમાં સમગ્ર વ્યારા તાલુકાની વિવિધ શાળાઓમાંથી વિધાર્થીઓએ વિવિધ કૃતિમાં ભાગ લીધેલ હતો.જેમાં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારામાં અભ્યાસ કરતા અને ઉકાઇની જીઇબી કોલોનીમાં રહેતી વિધાર્થી નિશાંત નિલેશ મહાજન પણ એકપાત્રિય અભિનયમા ભાગ લીધેલ હતો અને તેમણે સમગ્ર વ્યારા તાલુકામાં દ્વીતીય નંબર મેળવેલ છે.વ્યારા તાલુકા કક્ષાએ દ્વીતીય નંબર મેળવતા સમગ્ શાળામાં અને ઉકાઇમાં અને તેમના પરીવારમાં આનંદ છવાઇ ગયો હતો શાળાના શિક્ષક પરિવારે,આચાર્યશ્રીએ અને ટ્રસ્ટીશ્રી એ અભિનંદન પાઠવ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
