ખોટી નંબર પ્લેટ લગાવી પીકઅપ ગાડીમા વિદેશી દારૂની હેરાફેરી કરતા વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોડ તાપી

0
ખોટી ન ંબર પ્લેટ લગાવ ી બો લેરો પ ીકઅપ ગાડીમા પ્રોહિહબશન િેરાફેરી કરતા પ્રોહિ જથ્થા સાથે કુલ્લે કક.રૂ.૧૪,૯૮ ,૬૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ ચ તાપી તથા પેરોલ ફલો સ્કોડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩. ગઈ તા.૨૨/૧૧/૨૬ ના રોજ બી.જી. રાવલ, પોલીસ ઇન્સકટરશ્રી, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી., તાપી તથા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડના તમામ પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી ગુનાની તપાસમા હતા અને સ્ટાફના પોલીસ માણસો સાથે ઉચ્છલ તાલુકામા અલગ અલગ ખાનગી વાહનમાાં પેટ્રોલીંગમાાં નીકળેલા ત્યારે એ.એસ.આઇ. આનાંદભાઇ ચેમાભાઇ તથા અ.પો.કો. રવિન્રભાઇ મહેન્દભાઇને ખાનગી રાહે સાંયુક્ત રીતે બાતમી મળેલ કે, એક બોલેરો પીકઅપ વાહન જેમા ઉપરના ભાગે પ્લાસ્ટિકની ખાલી બેગોના બાંડલ ભરેલ છે અને તેની આડમા દારૂ ભરેલ છે જે બોલેરો પીકઅપ મહારાષ્ટ્ટ્ર રાજ્યમાાથી દારૂ ભરીને ઉચ્છલ તરફથી આવનાર છે  જેનો નાંબર GJ-13-AW-2610નો છે. જે બોલેરો પીકઅપ સાકરદા બ્રીજ થઇને સુરત તરફ જનાર છે” જે બાતમી આધારે પોલીસ માણસો સાકરદા બ્રીજ નીચે ઉચ્છલ ખાતે છુટા છવાયા વોચમાાં હતા. તે દરમ્યાન બોલેરો પીકઅપ ન. GJ-13-AW-2610 આવતા જેને રસ્તાની સાઇડમા ઉભી રાખી તપાસ કરતા ગાડીમાા ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂનો જથ્થો ભરેલ હતો, જેથી પકડાયેલ આરોપી- દિનેશભાઇ રત્નાભાઇ બાવળીયા ઉ.વ.૩૩ધંધો- ડ્રાઈવર રહે.ગામ ભીમગઢ તા. ચોટીલા જી સુરેન્રનગરએ મહેન્ર કંપનીનો બોલેરો પીકઅપ ગાડી ન.GJ-13-AW-2610 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- માાં ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂના બોક્ષો નાંગ-૧૩૦ કુલ બોટલ નગ-૬૨૪૦ ( ૧૧૨૩.૨૦૦ લીટર) જેની કુલ કિં. રૂ.૯,૯૩,૬૦૦/- તથા મોબાઇલ નાંગ-૧ આશરે કિં. રૂ ૫,૦૦૦/- તથા પ્લાસ્ટીકની ખાલી બેગ ના બાંડલ નંગ ૨૩ તથા વોન્ટેડ આરોપીના આધાર કાર્ડ તથા પાન કાર્ડ ની નકલ મળી કુલ્લે રૂ. ૧૪,૯૮,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તથા બોલેરો પીકઅપ નં.GJ-13-AW-2610 ના એન્જીન નંબર તથા ચેસીસ નંબરની ખરાઇ કરતા સાચો રજીસ્ટ્રેશન નંબર-GJ-13-AW-7448 નો જણાઇ આવેલ હતો તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર તેમજ મેળવનાર-આશિષભાઇ રમણીકભાઇ હીંગરાજીયા રહે. સુર્યનિવાસ, જલજીત સોસાયટી સ્ટ્રીટ નંબર -૩ ઉમીયા ચોકડી પાસે ગોકુલધામ મેઇન રોડ રાજકોટને વોન્ટેડ જાહેર કરી બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારીથી કાવતરુ રચી ખોટી નંબર પ્લેટ લગાડી ગુનો કરેલ હોય તેઓ વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહ  કરી આગળની વધુ કાર્યવાહી માટૈ ઉચ્છલ પોલીસ સ્ટેશને સોંપેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) દિનેશભાઇ રત્નાભાઇ બાવળીયા ઉ.વ.૩૩ધંધો- ડ્રાઈવર રહે.ગામ ભીમગઢ તા. ચોટીલા જી સુરેન્રનગર

વોન્ટેડ આરોપી:-

(૨) આશિષભાઇ રમણીકભાઇ હીંગરાજીયા રહે. સુર્યનિવાસ, જલજીત સોસાયટી સ્ટ્રીટ નંબર -૩ ઉમીયા ચોકડી પાસે ગોકુલધામ મેઇન રોડ રાજકોટ

કબ્જજે કરેલ મુદ્દામાલ:-

(૧) ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બાટલી નંગ-૬૨૪૦ કિ. રૂ.૯,૯૩,૬૦૦/-

(૨) બોલેરો પીકઅપ ગાડી નંગ-૧ કિ.રૂ.૫,૦૦,૦૦૦/-

(૩) મોબાઇલ નાંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-

(૪) પ્લાસ્ટીકની બેગોના ખાલી બંડલ નંગ-૨૩ કુલ્લે કિ.રૂ.૧૪,૯૮,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જજે કરેલ છે.

કામગીરી કરનાર ટીમ:-

પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ કે.આર. પટેલ, પોલીસ સબ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તથા એ.એસ.આઇ. જયેશભાઇ લિલકીયાભાઇ, એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઈ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇ, અ.પો.કો. રાજીશભાઇ ગોપાળભાઇ, અ.પો.કો. મેહુલભાઇ અરવિંદભાઇએ કામગીરી કરેલ છે.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *