“NQAS “યોજના હેઠળ આરોગ્ય સેવા સુદ્રઢ બનાવવાનો ખર્ચ આરોગ્ય કર્મચારીઓના માથે : 15 લાખ કરતા વધુના બિલો ટલ્લે

0
નેશનલ ક્વોલેટી એન્યુરન્સ સ્ટાન્ડર્ડસ "NQAS " યોજના ai generated
Contact News Publisher

ઉધાર લીધેલ સામાન ની ઉઘરાણી માટે વેપારીઓ દ્વારા કર્મચારીઓના ઘરે ઉઘરાણી કરવા જતા કર્મચારીઓએ ફજેતી થવાનો પણ વારો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૪. નેશનલ ક્વોલેટી એન્યુરન્સ સ્ટાન્ડર્ડસ “NQAS ” યોજના iહેઠળ જિલ્લા પંચાયત તાપી વ્યારા દ્વારા સંચાલિત આયુષ્યમાન આરોગ્ય મંદિર (સબ સેન્ટરો)ને છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ ઉત્તમ અને ગુણવત્તા સભર બનાવવા માટે આરોગ્ય સંસ્થાઓ પૈકી આયુષ્યમાન આરોગ્ય મંદિરને તમામ સુવિધાઓ માટે ધરમૂળ ફેરફાર માટે અત્યંત સુવિધાજનક બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા સબ સેન્ટરોને અપગ્રેડ કરી રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર મેળવવા આધુનિક સુવિધા વાળા સાધનો અને આરોગ્યલક્ષી સબ સેન્ટરને આરોગ્ય મંદિર બનાવવા માટે સ્ટેટ ક્વોલીટી ઇન્સ્યોરન્સ યુનિટના માર્ગદર્શન હેઠળ કેન્દ્રની ટીમ પ્રત્યક્ષ કે વર્ચ્યુઅલ એસેસમેન્ટ માટે આવે છે તે પહેલાંની તૈયારી માટે કર્મચારીઓએ પોતાના પગારમાંથી અંદાજે 15 લાખ કરતા વધારે ની રકમ પોતાના ખિસ્સામાંથી ખર્ચીને જિલ્લા પંચાયત ના હુકમથી નાણા ખર્ચી કાઢેલ છે.

જાહેર ગ્રામીણ આરોગ્ય સેવા હેઠળ તાપી જિલ્લામાં 30 કરતાં વધારે આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટરો Q. A. P. હેડ હેઠળ મંજુર બજેટમાં બતાવેલ ગાઈડ લાઈન મુજબ નાણાકીય વ્યવસ્થા આરોગ્ય શાખાની કવોલોટી મેનેજમેન્ટ તાપી યુનિટ દ્વારા કરવાનું હોય છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી 26 કરતાં વધારે આયુષ્યમાન આરોગ્ય મંદિરને કર્મચારીઓએ NQAS કરાવી દીધેલ છે. તેનો મહત્તમ ખર્ચ તાપી ક્વોલિટી મેનેજમેન્ટ યુનિટ દ્વારા કર્મચારીઓ ઉપર થોપી દેવામાં આવેલ છે. સરકારની ગ્રાન્ટ માંથી વાપરવાના બદલે સબ સેન્ટરને અપગ્રેડ કરવા જરૂરી ફર્નિચર સાધનો, ખૂટતી દવાઓ, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કિચન ગાર્ડન માટે ફૂલ છોડ, લાઈટીંગ વાયરીંગ, સફાઈ ના સાધનો, દિશા સૂચક બોર્ડ, સ્ટેશનરી, ટેબલ ખુરશી, સાઈન બોર્ડ સહિતની વ્યવસ્થાનો બીજો કર્મચારી માથે નાખી દેવામાં આવેલ છે. તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે છેલ્લા એક દોઢ વર્ષથી કર્મચારીએ ખર્ચ કરેલ 15 લાખથી વધુ નાણાં તાકીદે કર્મચારીઓને ચૂકવી દેવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને મુખ્ય જિલ્લા અધિકારી સહિત જિલ્લાના પદઅધિકારીઓ અને સંબંધિતોને આજે લેખિત રજૂઆત કરી છે. જો આવનારા દિવસોમાં આ નાણાકીય બિલોના ચુકવણા તાકીદે નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં થનાર NQAS ની કામગીરીની પ્રક્રિયાથી કર્મચારીઓ અળગા થશે. તેવું તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત મંત્રી સંજીવભાઈ પટેલ અને મુખ્ય કન્વીનર જગદીશ મરાઠે એ એક અખબારી નિવેદનમાં જણાવેલ છે.

આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેની જાહેર આરોગ્ય સમિતિ માં છેલ્લા બે વર્ષથી કોઈ ગ્રાન્ટની ફાળવણી કરવામાં ન આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓએ સરકારી રેકોર્ડ રજીસ્ટર નિભાવવા માટે ફાઈલો સ્ટેશનરી ચોપડા વગેરે પણ પોતાના પગારમાંથી વસાવવાની નોબત આવી છે.

જિલ્લાના અણગઢ વહીવટથી વેપારીઓ પણ નારાજ થયા છે. કેમ કે અલગ અલગ વેપારીઓ એ અંદાજે આઠ લાખ કરતાં વધારે સ્ટેશનરી ઉધારમાં આપી છે. એ વેપારીઓ ને પણ રડવાનો વારો આવેલ છે. અને હવે આ વેપારીઓ ઉધાર આપેલ વસ્તુઓના નાણાં કર્મચારીઓના ઘરે ઉઘરાણી કરવા જતા કર્મચારીઓએ ફજેતી થવાનો પણ વારો આવેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *