ખેલ મહાકુંભના સુચારુ આયોજન માટે વ્યારા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

તાલુકા કક્ષાની સ્પર્ધાઓ ૨૬થી ૩૦ સપ્ટેમ્બર અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ ૧ થી ૨૧ ઓક્ટોબર દરમિયાન યોજાશે
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૩ : ગુજરાત સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા આયોજિત ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’ના સુચારુ આયોજન અને અમલીકરણ માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ધારા પટેલના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વ્યારા ખાતે તાલુકા અને જિલ્લા કક્ષાના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ખેલ મહાકુંભ-૨૦૨૬ના સફળ આયોજન અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ દરમિયાન તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓના સમયપત્રક અંગે પણ જાહેરાત કરવામાં આવી હતી. આયોજન મુજબ તાલુકા કક્ષાની સ્પર્ધાઓ તા. ૨૬ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન, જ્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ તા. ૧ ઓક્ટોબરથી ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાશે.
બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ આયોજન સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓ, કોચ અને શિક્ષકોને સ્પર્ધાઓનું સુવ્યવસ્થિત આયોજન થાય તે માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ખેલ મહાકુંભમાં ભાગ લે તે માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
