ડોલવણ તાલુકાના ધોળકા ખાતે એક જ સ્થળેથી લાભાર્થીઓને સરકારી સેવાઓ અને યોજનાઓના લાભ મળ્યા

0
ડોલવણ તાલુકાના ધોળકા ખાતે એક જ સ્થળેથી લાભાર્થીઓને સરકારી સેવાઓ અને યોજનાઓના લાભ મળ્યા
Contact News Publisher

તાપી જિલ્લો : ૧૨ માં તબક્કાનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ ૨.૧ 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૩ : તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોળકા ખાતે ૧૨ માં તબક્કાના ‘સેવા સેતુ’ કાર્યક્રમ ૨.૧નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કેમ્પમાં આસપાસના ૧૦ ગામોના ગ્રામજનોને આવરી લેવામાં આવ્યા હતા. સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી સેવાઓ અને યોજનાકીય લાભો લોકોને એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી.

આ સેવા સેતુ કેમ્પ દરમિયાન નિશુલ્ક આયુર્વેદિક અને આરોગ્ય તપાસ, પુરવઠા શાખાને લગતી કામગીરી, ડીજીવીસીએલ, જિલ્લા સમાજ સુરક્ષા અને આઈસીડીએસ સહિત વિવિધ વિભાગોની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગ્રામજનોને તંત્રના ધક્કા ખાવામાંથી મુક્તિ આપી સ્થળ પર જ જરૂરી દાખલા, અરજીઓનો નિકાલ અને યોજનાકીય સહાય પૂરી પાડવામાં આવી હતી.

સરકારશ્રીના આ પ્રજાભિમુખ અભિગમથી સ્થાનિક નાગરિકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી. એક જ છત નીચેથી તમામ સરકારી સેવાઓ સરળતાથી અને ઝડપથી મળી જતાં લાભાર્થીઓએ તંત્ર અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *