તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૩. : તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ ગુરુવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલા ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ દરમિયાન અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો રૂબરૂ સાંભળ્યા હતા. આ બેઠકમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ અન્વયે રજૂ થયેલી ૧૬ જેટલી અરજીઓને કેન્દ્રમાં રાખીને તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ સ્વાગત કાર્યક્રમમાં જમીન સંપાદન, જમીન દબાણ દૂર કરવા તેમજ પ્રોટેક્શન વોલ બનાવવા સહિતની વિવિધ બાબતોને લગતી અરજીઓ રજૂ થઈ હતી. કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળીને તમામ પ્રશ્નોના આયોજનબદ્ધ તથા ત્વરિત નિકાલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને કડક સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અમલદારો તેમજ મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
