ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોએ TET મુક્તિ અને OPS લાગુ કરવા સંદર્ભે કાળી પટ્ટી ધારણ કરી

0
ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોએ TET મુક્તિ અને OPS લાગુ કરવા સંદર્ભે કાળી પટ્ટી ધારણ કરી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૫. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં આદેશાનુસાર આજરોજ ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોએ TET પરીક્ષામાંથી મુક્તિ આપવા તથા વર્ષ ૨૦૦૫ પછી નિમણૂક પામેલ તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવાનાં રાજ્યવ્યાપી આંદોલન અંતર્ગત વિરોધ સ્વરૂપે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી બ્લેક બેજ દિવસને સાર્થક બનાવ્યો હતો.

ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોએ TET મુક્તિ અને OPS લાગુ કરવા સંદર્ભે કાળી પટ્ટી ધારણ કરી

સદર કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે તમામ શિક્ષક ભાઈ-બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *