કરમલા પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાનું લોકાર્પણ સમારોહ યોજાયો

0
કરમલા પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાનું લોકાર્પણ સમારોહ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ) : તા. ૨૧. ઓલપાડની કરમલા પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાના લોકાર્પણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવાર અને ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમ્ ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના વરદ હસ્તે શાળાના નવનિર્મિત ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ સહિત અન્ય પદાધિકારીઓ, ગ્રામપંચાયતના સભ્ય અશોકભાઈ તથા અન્ય સભ્યો તલાટી-કમ-મંત્રી, દાતા દલપતભાઈ ચૌહાણ, એસ.એમ.સી.ના અધ્યક્ષ, ગ્રામજનો, વાલીઓ તેમજ અન્ય શાળાઓના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

નવનિર્મિત ઓરડાના લોકાર્પણથી શાળાની ભૌતિક સુવિધાઓમાં વધારો થયો છે. આ નવીન ઓરડા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સુવિધાજનક અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડશે. શાળાના વિકાસ માટે કરવામાં આવેલો આ પ્રયાસ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને ગુણવત્તાસભર શિક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રસંગે શાળાના વિકાસમાં સહયોગ આપનાર દાતા દલપતભાઈ ચૌહાણ સહિત તમામ સહયોગીઓની સેવાભાવનાને બિરદાવવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના વિકાસ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, પદાધિકારીઓ, દાતા, ગ્રામજનો, વાલીઓ, એસ.એમ.સી.ના સભ્યો અને શિક્ષકમિત્રો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી નિલેશભાઈ પટેલે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આમ, કરમલા પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાનો લોકાર્પણ સમારોહ આનંદમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન રાકેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.

●●●

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *