ફોર વ્હીલમાંથી રોકડા રૂપિયાની ચોરીનો અનડીટેકટ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

0
ફોર વ્હીલ વાહનમાંથી રોકડા રૂપિયાની ચોરીનો અનડીટેકટ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૦. ગઇ તા.૧૯/૧૦/૨૦૨૬ ના રોજ ઉકાઇ પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ મુજબ ગત્ તા.૧૫/૧૦/૨૬ ના ૨:૩૦ થી ૩:૦૦ વાગ્યા દરમ્યાન બેંક ઓફ બરોડા બેંકમાંથી રૂપિયા ૧,૦૦,૦૦૦/- રોકડા ઉપાડી કાળા કલરની બેગમાં મુકી મારૂતિ કંપનીની એસપ્રેસો ફોર વ્હીલ લાલ કલરની ગાડી નંબર- GJ-26-N-7856 ની લઇને ઝેરોક્ષ કરાવવા જતા હતા તે દરમ્યાન કોઇ અજાણ્યા ચોરે ગાડીનો દરવાજો કોઇ પણ રીતે ખોલી ગાડીની અંદર મુકેલ કાળા કલરની બેગમાં મુકેલ રોકડ રકમની ચોરી કરી નાશી ગયેલ.

 

અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા શ્રી બી.જી. રાવલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોડ તાપીએ સુચના આપેલ હોય તેમની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસોએ સી.સી.ટીવી ફુટેજ તેમજ ખાનગી બાતમીદારો મારફતે તપાસ તજવીજ ચાલુ કરી હતી તે દરમ્યાન અ.પો.કો. રાજુભાઇ ઝીણાભાઇ, અ.પો.કો. રાજીશભાઇ ગોપાળભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને મળેલ સંયુકત બાતમી આધારે સોનગઢથી નવાપુર તરફ જતા આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે હાઇવે ઉપરથી હોન્ડા ડીલક્ષ મો.સા. GJ-16-DM-7423 ની ઉપર ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ- (૧) વિજ્ઞનેશ વેલુ નાઇડુ ઉ.વ.૨૪ હાલ રહે.વાકીપાડા ઝુપડપટ્ટીમાં નવાપુર મહારાષ્ટ્રા મુળ રહે.સેલવપુરમ તેરછી તીરૂવનંતપુરમ તામીલનાડુ (૨) જીવા કરપૈયાનાયડુ ઉ.વ.૩૯ હાલ રહે.વાકીપાડા ઝુપડપટ્ટીમાં નવાપુર મહારાષ્ટ્રા મુળ રહે.સેલવપુરમ તેરછી તીરૂવનંતપુરમ તામીલનાડુને પકડી પાડી તેઓની પુછપરછ કરતા ગઇ તા.૧૪/૧૦/૨૬ ના રોજ પોતે પોતાના બીજા બે મિત્રો વિક્રમ નાયડુ તથા વેન્કટેશ નાયડુ સાથે નવાપુરથી નિકળીને દેવમોગરા ખાતે દર્શન કરવા માટે ગયેલ હતા અને રાત્રી રોકાણ કરી ઉકાઇ આવવા માટે નિકળેલ હતા ત્યારે ઉકાઈ માર્કેટમાં આવેલ અને ત્યા રેકી કરતા હતા દરમ્યાન બપોરના સમયે એક લાલ કલરની કાર આવેલ અને તેનો ચાલક કારને લોક કર્યા વગર ઝેરોક્ષની દુકાનમાં ગયેલ હોય ચારેય જણાએ કારની આગળ જઇને રેકી કરતા કારનો માલીક દુકાનમાં જતા સાથેના વિક્રમે કારનો દરવાજો ખોલીને તેમા રહેલ કાળા કલરની બેગ કાઢી લીધેલ હતી. જે બેગમાં જોતા તેમા રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- હતા. પોતે ચોરી કરેલ હોવાનું કબુલાત કરતા પકડાયેલ આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ રૂપિયા પૈકી રોકડા રૂપિયા ૪૦,૩૦૦/-, મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૬,૦૦૦/-તથા મો.સા. નંગ-૧ કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૭૬,૩૦૦/- નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ બન્ને આરોપીઓને તા.૧૯/૧૦/૨૬ ના રોજ હસ્તગત રાખી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પો.સ્ટે. ખાતે સોંપેલ છે.

પકડાયેલ આરોપી :-

(૧) વિજ્ઞનેશ વેલુ નાઇડુ ઉ.વ.૨૪ હાલ રહે.વાકીપાડા ઝુપડપટ્ટીમાં નવાપુર મહારાષ્ટ્રા મુળ રહે.સેલવપુરમ તેરછી તીરૂવનંતપુરમ તામીલનાડુ

(૨) જીવા કરપૈયાનાયડુ ઉ.વ.૩૯ હાલ રહે.વાકીપાડા ઝુપડપટ્ટીમાં નવાપુર મહારાષ્ટ્રા મુળ રહે.સેલવપુરમ તેરછી તીરૂવનંતપુરમ તામીલનાડુ

વોન્ટેડ આરોપીઃ-

(૧) વિક્રમ નાયડુ હાલ રહે. નવાપુર મહારાષ્ટ્ર

(૨) વેન્કટેશ નાયડુ હાલ રહે. નવાપુર મહારાષ્ટ્ર

ડીટેક્ટ થયેલ ગુનાઓની વિગત :-

(૧) ઉકાઇ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૫૨૬૦૯૮૮/ ૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૩૦૫(સી) મુજબ

કબજે કરેલ મુદ્દામાલઃ-

(૧) રોકડા રૂપિયા ૪૦,૩૦૦/-, (૨) મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૬,૦૦૦/-, (૩) હોન્ડા કંપનીનુ ડીલક્ષ મો.સા. નંગ-૧ કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૭૬,૩૦૦/-

ગુનાનો એમ.ઓ.

ફોર વ્હીલ વાહનોની રેકી કરી રોકડા રૂપિયાની ચોરી કરવાની

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ. શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી., તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ તથા પો.કો. રાજુભાઇ ઝીણાભાઇ, પો.કો. રાજીશભાઇ ગોપાળભાઈ તથા પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇએ કામગીરી કરેલ છે.

○●○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *