ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળા ખાતે સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૯. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની ભટગામ પ્રાથમિક શાળા ખાતે 80 માં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગામનાં યુવા અને ઉત્સાહી સરપંચ શૈલેષભાઈ રાઠોડનાં હસ્તે શાળા પટાંગણમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શાળા વ્યવસ્થાપન સમિતિ, ગામનાં અગ્રણીઓ, શાળાનાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહિત સ્થાનિક ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તિરંગાને સલામી આપી હતી.
આ પ્રસંગે સરપંચ શૈલેષભાઈ રાઠોડે દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણ વિશે પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું. તેમણે સૌને દેશ માટે કંઈક કરી છૂટવા અનુરોધ કર્યો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે શાળામાંથી બદલી પામી વિદાય થયેલ ઉપશિક્ષક અલ્પેશ સુરતીને
સ્મૃતિભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. અલ્પેશ સુરતીએ તમામ બાળકોને શૈક્ષણિક કીટ તેમજ શાળાને સ્મૃતિરૂપે પોડિયમ ભેટમાં આપ્યુ હતું. તદ્ઉપરાંત ગામનાં સરપંચ શૈલેષભાઈ રાઠોડ તરફથી બાલવાટિકાથી લઈ ધોરણ 8 સુધીનાં વાર્ષિક પરીક્ષામાં 1 થી 3 નંબર પ્રાપ્ત કરનાર બાળકોને પ્રોત્સાહિત ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતાં. પ્રારંભે શાળાનાં બાળકો દ્રારા ગામમાં દેશભક્તિનાં નારા સાથે રેલી કાઢવામાં આવી હતી. શાળાનાં ઉપશિક્ષકો દિપક પટેલ, ધવલ પટેલ, કલ્પના પટેલ, નિમિષા પટેલ તથા જીનલ પટેલ કાર્યક્રમને સફળ બનાવવા ખડેપગે રહ્યાં હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
