પશુ હેરાફેરીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોડ તાપી

(પ્રતિનિધ દ્વારા, વ્યારા) : તા. ૧૦. આજરોજ શ્રી બી.જી.રાવલ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી.તાપી/ પેરોલ ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ હોય તે દરમ્યાન એ.એસ.આઇ ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. રોનકભાઇ સ્ટીવન્સન તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇને મળેલ બાતમી આધારે વ્યારામાં જુના બસ સ્ટેન્ડ પાસેથી વ્યારા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પશુ હેરાફેરીના ગુનાના કામે સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓ- (૦૧) ઉમલેશભાઇ બાલ્યાભાઇ ગાવિત ઉ.વ.-૩૪ રહેવાસી નંદવાણ ગામ, બરડી ફળીયુ, તા.નવાપુર જી.નંદરબાર મહારાષ્ટ્ર (૦૨) વિપુલભાઇ દિલીપભાઇ ગાવિત ઉ.વ.-૨૬ રહેવાસી નંદવાણ ગામ, બરડી ફળીયુ, તા.નવાપુર જી.નંદરબાર મહારાષ્ટ્ર ને તા.૧૦/૦૮/૨૦૨૬ ના રોજ હસ્તગત રાખી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, એલ.સી.બી. તાપી તથા હે.કો વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.પો.કો. રોનકભાઇ સ્ટીવન્સન તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
