ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

0
ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૮. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા દર વર્ષે ૯ ઓગસ્ટનાં દિવસે ઉજવાતા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આજે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કમરોલી પ્રાથમિક ખાતે ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી. કાર્યક્રમમાં શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે શાળાનાં આચાર્યા જ્યોતિબેન પટેલે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા, ભાષા અને પ્રકૃતિ સાથેનાં તેમનાં અનોખા સંબંધો વિશે માહિતી આપી હતી. આદિવાસી સમાજનાં યોગદાનને બિરદાવતા જણાવ્યું કે, પ્રકૃતિનું જતન અને જૈવવિવિધતાનું સંરક્ષણ કરવામાં આદિવાસી સમુદાયની ભૂમિકા અત્યંત મહત્વની છે. પ્રારંભે બિરસા મુંડાને યાદ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમની પૂર્ણાહુતિ આદિવાસી પરંપરાગત નૃત્યથી કરવામાં આવી. બાળકો નોખી વેશભૂષામાં હિલોળે ચઢ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *