ધાડના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઉધના-સુરતથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૧. આજરોજ શ્રી બી.જી. રાવલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી ની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી. કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસોએ પોતાના બાતમીદારો રોકેલ હતા. અ.પો.કો રાજુભાઇ જીણાભાઇ તથા અ.પો.કો રાજીશભાઇ ગોપાળભાઇને મળેલ સંયુકત બાતમી આધારે રણછોડનગર ઉધના સુરત ખાતેથી ઉચ્છલ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ધાડના ગુનામા સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- નટવર ઉર્ફે નમન ગોવિંદભાઇ ડંગરાજી પુરોહીત ઉ.વ.૨૬ રહે. મ.નં.-૩ દોલત નગર સોસાયટી, પાથાવાડા, તા.દાંતીવાડા, જી.બનાસકાંઠા ને તા.૩૧/૦૭/૨૦૨૬ ના રોજ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી. કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી, અ.પો.કો રાજુભાઇ જીણાભાઇ તથા અ.પો.કો. રાજીશભાઈ ગોપાળભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. વિપુલભાઇ બટુકભાઇએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
