ડોલવણના વાંકલા નજીક NH-56 પર કલ્વર્ટના પુનઃનિર્માણ કામગીરી અન્વયે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 31 :- તાપી જિલ્લાના ડોલવણ તાલુકા વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે-૫૬ પર વાંકલા ગામ નજીક NHAI દ્વારા કલ્વર્ટના પુનઃનિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને પગલે ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રૂપે જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર. બોરડ દ્વારા વૈકલ્પિક રૂટ અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ છે.
રૂટ મુજબ, વ્યારાથી નવસારી જિલ્લાના ઉનાઈ અને ભિનાર તરફ આવતા-જતા તમામ ભારે વાહનો વ્યારાથી બેડચીત ત્રણ રસ્તા, બુહારી, કરચેલીયા, વલવાડા, હળદવા, અનાવલ થઈને ભિનાર તરફ જઈ શકશે. તેમજ વ્યારાથી ઉનાઈ અને ભિનાર તરફ આવતા-જતાં ટુ-વ્હીલર તથા ફોર વ્હીલ વાંકલા, અંતાપુર ત્રણ રસ્તા-વાંકલા ઓલણનદી મંદિર ફળીયા રોડ તરફથી પસાર થઈ શકશે. આ જાહેરનામું તા.૦૫/૧૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પ્રાપ્ત થશે.
○○○
