સ્યાદલા ગામનાં કિરીટ પટેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માનિત
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૧. સુરત શિક્ષક પ્રાથમિક સંઘનાં કુશળ અને બાહોશ પૂર્વ પ્રમુખ અને હાલ ઓલપાડ તાલુકા પંચાયત શાસક પક્ષનાં નેતા તરીકેની જવાબદારી નિભાવતા શિક્ષણપ્રેમી અને સમાજસેવી એવાં સ્યાદલા ગામનાં વતની કિરીટભાઈ જયંતિલાલ પટેલની સાયણ નગર સ્થિત જીવનરક્ષા હોસ્પિટલના મંત્રી તરીકે વરણી થતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી બિપીનભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારોએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સૌએ કિરીટભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. તેઓ જાહેર જીવનમાં ખૂબ પ્રગતિ કરે, તંદુરસ્ત રહે અને સમાજસેવાનાં કાર્યોમાં ઉત્તરોતર પ્રગતિ કરતાં રહે એવી સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
