ભારેથી અતિભારે વરસાદના ‘રેડ એલર્ટ’ ને પગલે કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લીધી

0
ભારેથી અતિભારે વરસાદના 'રેડ એલર્ટ' ને પગલે કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લીધી
Contact News Publisher

જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ ફ્લડ કંટ્રોલ રૂમ ૨૪×૭ એક્ટિવ મોડ પર રાખવા કલેક્ટરશ્રીની સૂચના

લાઈઝન અધિકારીઓને સ્ટેન્ડબાય રહી કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક કામગીરી કરવા નિર્દેશ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૩૦. :- ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે જાહેર કરાયેલા ‘રેડ એલર્ટ’ પગલે તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લઈને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી.

 

​આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રી ચૌધરીએ કંટ્રોલ રૂમ ખાતે કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી જિલ્લાના તમામ તાલુકાઓની વર્તમાન પરિસ્થિતિ, વરસાદની સંભાવનાઓ અને આપત્તિ સામે પૂર્વતૈયારીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ, ડિઝાસ્ટર તંત્ર અને તમામ સંબંધિત વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે તે અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

​કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જિલ્લા તેમજ તાલુકા કક્ષાના તમામ ફ્લડ કંટ્રોલ રૂમને ૨૪×૭ કાર્યરત રાખવા, લાઈઝન અધિકારીઓને એલર્ટ રહેવા અને કોઈપણ આકસ્મિક કે ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક રિસ્પોન્સ આપવા માટે તંત્રને સુસજ્જ રહેવા સખત સૂચનાઓ આપી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *