રેડ એલર્ટને પગલે તાપી આરોગ્ય તંત્રએ ૨૦ સગર્ભા માતાઓને વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે શિફ્ટ કર્યા

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૩૦. :- ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૩૧/૦૭/૨૦૨૬ના રોજ તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કરાતા વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને પૂર કે ભારે વરસાદની સ્થિતિમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પૂર્વતૈયારીના ભાગરૂપે પ્રસૂતિની સંભવિત તારીખ નજીક હોય તેવી સગર્ભા મહિલાઓની આરોગ્ય ટીમ દ્વારા ઘર-ઘર જઈને તપાસ કરવામાં આવી અને તેમને સુરક્ષિત તબીબી સંભાળ આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કરાયા છે.
સગર્ભા માતાઓને પીએચસી વાલોડ, વેલધા, ખેરવાડા, ગડત અને બોરદા જેવા નજીકના આરોગ્ય કેન્દ્રોમાં કાળજીપૂર્વક શિફ્ટ કરાયા છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાન ધ્યાને રાખી અત્યાર સુધીમાં આવી કુલ ૨૦ જેટલી સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા સબ-ડિવિઝનલ હોસ્પિટલ (SDH) ખાતે ખસેડવામાં આવી છે. જેથી કટોકટીના સમયે પણ માતા અને બાળકના સ્વાસ્થ્યની પૂર્ણ સુરક્ષા અને સમયસર સારવાર સુનિશ્ચિત કરી શકાય.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
