રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા આંગણવાડીઓમાં અન્નદાન અને ફળ વિતરણ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૯. રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા આજ રોજ સવારે આંગણવાડીઓમાં ખમણ અને ફ્રુટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વ્યારા નગરપાલિકા વિસ્તારમાં આવતી 16 આંગણવાડી સંચાલિકાઓને તેમની સંખ્યા પ્રમાણે સંતુલિત માપમાં વ્યારાની આંગણવાડી ક્રમાંક 1 ખાતેથી તેમજ નજીકના મુસા, મદાવ અને છીંડીયા ગ્રામ પંચાયત સંચાલિત આંગણવાડી સંચાલિકાઓને મુસા આંગણવાડી ખાતેથી સાદા ખમણ અને કેળાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ્લે 19 આંગણવાડીના 236 ભૂલકાઓ પૈકી 195 કુમાર અને કન્યાઓને આજે નાસ્તા અને ફળ વિતરણથી લાભ મળ્યો. આજના પ્રોજેકટમાં 40 કિલો ખમણ અને 20 ડઝન કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજના ખાસ કાર્યક્રમમાં રીટાયર્ડ આર્મી જવાન રમેશભાઈ મોરેએ હાજર રહી અમારો જુસ્સો વધાર્યો હતો. રોટરી ક્લબના સભ્યો – પ્રોજેક્ટ ચેર નીતા પારેખ, પ્રમુખ – કમલ ભાવસાર, કલ્પેશ પારેખ, નિલેષ સોની, રાજેશ શેઠ, ગૌરાંગ દેસાઈ હાજર રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
