ઇન્દુ ગામે ટાટા મોટર્સની પાછળ ફાર્મ હાઉસમાં આવેલ બંગલીમાંથી જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોડ તાપી

0
ઇન્દુ ગામે ટાટા મોટર્સની પાછળ ફાર્મ હાઉસમાં આવેલ બંગલીમાંથી જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૧. ગઇ તા.૩૧/૧૦/૨૬ના રોજ  તાપી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો મારફતે પ્રોહી-જુગારની પ્રવૃતિ શોધી કાઢવા પ્રયત્નો કરતા હતા, તે દરમ્યાન એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. રોનક સ્ટીવન્સનભાઈને ખાનગી રાહે સયુંકત બાતમી હકીકત મળેલ કે, “વ્યારાના ઇન્દુ ગામની સીમમાં આવેલ ટાટા મોટર્સની પાછળ આવેલ પ્રવિણભાઇ મેરામણભાઇના ફાર્મ હાઉસમાં આવેલ બંગલીમાં કેટલાક લોકો પૈસાવતી ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમે છે.” જે બાતમી આધારે પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી., તાપી એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી-(૧) ભીખુભાઇ લક્ષ્મણભાઇ નંદાણીયા ઉ.વ.-૪૦ રહે.તાડકુવા ગામ કૃષ્ણનગર તા.વ્યારા જી.તાપી (૨) કીરીટભાઇ રણછોડભાઇ કોરીંગા(પટેલ) ઉ.વ.૪૨ રહે.વૃંદાવનધામ સોસાયટી પીયુષભાઇ પટેલના ભાડાના મકાનમાં, કાનપુરા, વ્યારા તા.વ્યારા જી.તાપી મુળ રહે.નેકનામ ગામ તા.ટંકારા જીલ્લો મોરબી (૩) નિલેશ માલદે છેતરીયા ઉ.વ.-૩૨ રહે. મુકેશભાઇ ગામીતની વાડીમાં બેડકુવા નજીક ગામ, ખેરવાડા રોડ તા.વ્યારા જી.તાપી મુળ રહે.લાંબા ગામ તા.કલ્યાણપુર જી.દ્વારકા (૪) રાજુભાઇ નારણભાઇ કનારા ઉ.વ.-૩૯ રહે.તાડકુવા ગામ કૃષ્ણનગર તા.વ્યારા જી.તાપી (૫) રામલાલ ખુશારામ પટેલ ઉ.વ.-૩૮ રહે. મકાન નં ૦૩ સ્નેહકુંજ સોસાયટી સીટીમોલ પાસે, વ્યારા તા.વ્યારા જી.તાપી મુળ રહે. બીઠુ ગામ તા.રોવત જી.પાલી રાજસ્થાન (૬) વિનેશભાઇ હરિવલ્લભભાઇ ખાંટ ઉ.વ.૭૧ હાલ રહે. ૩૦ રામકબીર સોસાયટી સ્ટેશન રોડ વ્યારા તા.વ્યારા જી.તાપી (૭) પંકેશભાઇ જયરામભાઇ નકુમ ઉ.વ.-૪૦ રહે.તાડકુવા ગામ કૃષ્ણનગર તા.વ્યારા જી.તાપી (૮) રામભાઇ ભીખાભાઇ છેતરીયા ઉ.વ.-૩૬ રહે.ફલેટ નંબર ૧૦૧ મીરા રેસીડેન્સી, ડી.કે.પાર્કની બાજુમાં, વ્યારા તા.વ્યારા જી.તાપી મુળ રહે. તુંગી ગામ તા.લાલપુર જી.જામનગર બધા ભેગા મળીને બંધ મકાનમાં બેસીને પૈસા વતી હાર જીતનો જુગાર રમતા હતા. તેઓની ઝડતી માંથી કુલ્લે રોકડા રૂપિયા ૪,૫૭,૨૪૦/- તેમજ દાવ ઉપરના રોકડા રૂપિયા ૬૨,૫૦૦/- મળી કુલ્લે રૂપિયા ૫,૧૯,૭૪૦/-તેમજ મોબાઇલ ફોન નંગ-૦૮ કુલ્લે કિંમત રૂપિયા-૧,૧૦,૦૦૦/- તેમજ ગંજી પાના તથા મોટર સાયકલ/ મોપેડ નંગ ૦૩ તથા ફોર વ્હીલ ગાડી નંગ ૦૨ કિંમત રૂપિયા ૫,૯૦,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૧૨,૧૯,૭૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે કાકરાપાર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

શ્રી બી.જી. રાવલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોડ, તાપી તથા એ.એસ.આઇ ધર્મેશભાઇ મગનભાઇ, એ.એસ.આઇ. ધર્મેશભાઇ ઉમેશભાઈ, હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, પો.કો. રોનકભાઇ સ્ટીવન્સન તથા પેરોલ ફર્લો સ્કોર્ડના હે.કો. બ્રીજરાજસિંહ રસિકસિંહ, હે.કો. યુવરાજસિંહ જશુભા, હે.કો. શૈલેષભાઇ રમેશભાઇ, પો.કો. વિપુલભાઇ રમણભાઇ, પો.કો. વિનોદભાઇ ગોકળભાઇએ કામગીરી કરેલ છે.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other