તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૮. :– તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે શનિવારે કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકના પ્રારંભે જનપ્રતિનિધિ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને ધ્યાનમાં લઈને, તેના પર સત્વરે અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે કલેક્ટરશ્રી દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને રચનાત્મક સૂચનો કરવામાં આવ્યા હતા.
વધુમાં કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં ખાસ કરીને નાગરિકોની અરજીઓનો સમયસર નિકાલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓના પેન્શન કેસોના નિકાલ અને આગામી બે વર્ષમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, એ.જી. ઓડિટના બાકી પેરાઓની માહિતી સહિતના મુદ્દાઓને આવરી લેવાયા હતાં.
વધુમાં ઈ-સરકાર પોર્ટલની ફરજીયાત અમલવારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત ખાતાકીય તપાસ અને સીએમ ડેશબોર્ડ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ સંકલન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જે. એન. દેસાઈ, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશ મૌર્ય, નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
