મોટર સાયકલ ચોરીના વોન્ટેડ આરોપીને કુકરમુંડાના મટાવલ ચેક પોસ્ટ પાસેથી પકડી પાડતી કુકરમુંડા પોલીસ 

0
મોટર સાયકલ ચોરીના વોન્ટેડ આરોપીને કુકરમુંડાના મટાવલ ચેક પોસ્ટ પાસેથી પકડી પાડતી કુકરમુંડા પોલીસ 
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૧૮. ગઇ તા. ૧૬/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રી દરમ્યાન પો.ઇન્સ.શ્રી આઇ.ડી. દેસાઇ, કુકરમુંડા ની સુચના આધારે ASI વિજયભાઇ કરશનભાઇ, અ.પો.કો. મેહુલભાઇ માવજીભાઇ, આ.પો.કો. કમલેશભાઇ કિશનભાઇ, આ.પો.કો. પ્રશાતભાઇ કિશોરભાઇ સાથે કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબધી ગુનાઓ બનતા અટકાવવા અન્વયે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કુકરમુંડા પો.સ્ટે.મા નોંધાયેલ મોટર સાયકલ ચોરીના ગુનાના કામનો વોન્ટેડ આરોપી- સોનુ ઉર્ફે શાહરૂખ લતિફ હિદાયદ પઠાન રહે.ખેતીયા રોડ, ઇન્ડીયન પેટ્રોલપંપની સામે, ગરીબ નવાઝ કોલોની તા.શાહદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નો પેસેન્જર ભરેલ ઓટો રીક્ષામાં બેસી શાહાદા થી અક્કલકુવા તરફ જતો હોવાની બાતમી હકીકત આધારે મટાવલ પોલીસ ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન એક પેસેન્જર ભરેલ ઓટો રીક્ષા આવતા, જે ઓટો રીક્ષા ઉભી રાખી અંદર બેસેલ પેસેન્જર ચેક કરતા, ઉપરોકત ગુનાનો વોન્ટેડ આરોપી મળી આવેલ હોય, જેઓની પુછપરછ કરતા તેઓ જણાવે છે કે, ગઇ તા.૨૬/૦૫/૨૦૨૬ ના રોજ પોલીસ દ્વારા પકડેલ આરોપીઓ – ફરદિન મહેમુદ પઠાન તથા રેહાન જાકીર પીંજારી પાસેથી જે હોન્ડા કંપનીની સ્પેલન્ડર પ્રો મોટર સાયકલ નંબર -MH-39-R-2490 ના સ્પેર પાર્ટ કબેજ કરેલ હતા. જે સ્પેર પાર્ટ વાળી મોટર સાયકલ મે પોતે મંગાવેલ હોવાનુ જણાવતા ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના આરોપીની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે.

અગાઉ પકડાયેલ આરોપીઓ :

(૧) ફરદિન મહેમુદ પઠાન ઉ.વ.૨૫ રહેવાસી – શાહદા, ખેતીયા રોડ,પેટ્રોલ પંપની સામે તા.શાહદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)

(૨) રેહાન જાકીર પીંજારી ઉ.વ.૧૯ શાહદા, ખેતીયા રોડ, ગોસીયા નગર ગલી તા..શાહદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ને તા. ૨૬/૦૫/૨૦૨૬ ના રોજ અટક કરવામાં આવેલ છે.

(૩) ભથ્થુ ઉર્ફે અરબાઝ સફિ પિંજારી ઉ.વ.૨૪ રહે.ખાપર આમલી ફળીયુ, તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ને તા. ૨૭/૦૫/૨૦૨૬ ના રોજ અટક કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી :-

(૧) સોનુ ઉર્ફે શાહરૂખખાન s/o લતિફ હિદાયદ પઠાન ઉ.વ.૨૩ રહે, ખેતીયારોડ, ઇન્ડીયન, પેટ્રોલપંપની સામે, ગરીબ નવાઝ કોલોની તા.શાહદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓને તા.૧૬/૦૭/૨૦૨૬ ના રોજ અટક કરવામાં આવેલ છે.

વોન્ટેડ આરોપીઓ :-

(૧) સલમાન જેના પુરાનામની ખબર નથી રહે. અકકલકુવા તા.અકકલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)

સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.

(૧) શ્રી આઈ.ડી. દેસાઈ પોલીસ ઈન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન,  (૨) એ.એસ.આઇ. વિજયભાઇ કરશનભાઇ, નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન. (૩) અ.પો.કો. મેહુલભાઇ માવજીભાઇ, નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, (૪) આ.પો.કો. કમલેશભાઇ કિશનભાઇ, નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, (૫) આ.પો.કો. પ્રશાતભાઇ કિશોરભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *