ડેક્કન ફાઇન કેમિકલ્સ લિમિટેડ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક તથા રજીસ્ટર વિતરણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૭ ઔદ્યોગિક ગૃહોની ‘સામાજિક ઉત્તરદાયિત્વ’નાં ભાગરૂપે સામાન્ય વર્ગોનાં વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક વિકાસ માટે ડેક્કન ફાઈન કેમિકલ્સ લિમિટેડ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક તથા રજીસ્ટર વિતરણ કાર્યક્રમ મુખ્ય શાળા નંબર 1, અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા તથા નગર પ્રાથમિક શિક્ષક સંઘ અંકલેશ્વરનાં પ્રમુખ ગજેન્દ્ર પટેલે સામાજિક ઉત્તરદાયિત્વની આ પહેલને બિરદાવી કંપની મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં લેખન ફાઈન કેમિકલ્સ લિમિટેડ તરફથી પ્રતિક મોદી, નિરવ દેસાઈ, પરેશ પટેલ, કેયુર પટેલ, જયમીન મોદીએ ઉપસ્થિત રહી કન્યાશાળા બ્રાન્ચ નંબર 1, સ્ટેશન શાળા નંબર 22, તથા મુખ્ય શાળા નંબર 1 નાં 500 થી વધુ વિદ્યાર્થીઓને નોટબુક તથા રજીસ્ટર વિતરણમાં સહભાગી બનાવ્યા હતાં. આભાર દર્શન મુખ્યશિક્ષિકા રેખાબેન વસાવાએ કર્યું હતું. આ પ્રસંગે શાળાનાં સ્ટાફ તથા વાલીઓએ હાજર રહી કાર્યકર્મને સફળ બનાવ્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
