પ્રેમમાં અંધ બનેલી યુવતી પિતાનું ઘર છોડી પ્રેમીના ઘરે પહોંચી : પ્રેમીએ અપમાનિત કરી ઘરમાંથી કાઢી મૂકતાં યુવતિનો સહારો બનતું સખી વન સ્ટોપ સેન્ટર તાપી

v (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮. તા.04/06/2026 ના રોજ રાત્રીના 11:15 કલાકે 181 મહિલા હેલ્પ લાઇન દ્વારા પ્રેમમા અંધ બનેલી યુવતી પ્રેમીના ઘરે પહોંચતા તેમને અપમાનિત કરી ઘરમાંથી કાઢી મૂકતાં નિ:સહાય બનેલી યુવતીને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે લાવવામાં આવ્યા હતા.પીડિતાનું કાઉન્સેલિંગ જણાવેલ કે તેઓ 8 વર્ષથી ડોલવણ તાલુકાના એક યુવક સાથે પ્રેમસંબંધમાં હતા અને છેલ્લા થોડા દિવસથી યુવકે પીડિતા સાથે સંપર્ક ન કરતાં હોય મોબાઇલમાં પણ તેમને બ્લોક કરી દેતાં યુવતી ટેન્શનમાં પોતાના પિતાના ઘરને છોડી તેમના પ્રેમી યુવકના ઘરે આવી ગયા હતા ત્યાં યુવક ના પરિવાર અને તેમના કુટુંબીજનો તેમને અપમાનિત કરતાં તેમણે 181 મહિલા હેલ્પ લાઇન ની મદદ માંગી હતી તે દરમ્યાન રાત્રીનો સમય હોય અને પીડિતા ડાંગ જિલ્લાના હોવાથી તેમના પરિવાર પાસે જઈ શકતા ના હોય જેથી તેમને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે લાવવામાં આવેલ.તે સમયે યુવતી ખૂબ જ ડરેલા ગભરાયેલા હતા અને એમને સુમેળ ભર્યું વાતાવરણ ની જરૂર હોય જેથી તેમનું તા.05/06/2026 ના રોજ કાઉન્સેલિંગ કરતાં તેમને સમજાવતા તેમણે તેમના પિતાનું નામ/સરનામું/મોબાઈલ નંબર આપતા તેમના પરિવારને સેન્ટર ખાતે બોલાવેલ અને તેમના પ્રેમીને અને તેમના વડીલોને પણ સેન્ટર ખાતે ગ્રુપ મિટિંગ માટે બોલાવેલ પરતું યુવતીને પ્રેમી યુવક રાખવા માંગતા ના હોય અને યુવતી કંઇક ખોટું પગલું ભરી લેવાનું જણાવતા તેમનું કાઉન્સેલિંગ કરી સમજાવતા તેમના માતા–પિતા સાથે ફરીથી નવું જીવન જીવવા માટે પ્રેરિત કર્યા હતા આમ મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલ મેડમ ના સાથ સહકાર અને માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર તાપી ના કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર અને ટીમ દ્વારા સુજબૂજ થી તેમનો કબજો તેમના માતા–પિતાને સોંપી પુન:સ્થાપન કરાવવામાં આવ્યું.
આમ મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી તાપી સંચાલિત ભારત સરકાર પુરસ્કૃત ‘સખી’ વન સ્ટોપ સેન્ટર તાપીના જિલ્લા મહિલા અને બાળ આધિકારીશ્રી સુલોચનાબેન પટેલ મેડમ તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ધર્મેશભાઈ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર તાપીના કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર અને ટીમ દ્રારા પ્રેમમાં અંધ બનેલી યુવતીનું તેમના પરિવાર સાથે પુન:સ્થાપન કરાવતા તેમના પરિવાર દ્રારા ‘સખી’ વન સ્ટોપ સેન્ટર તાપીનો આભાર વ્યક્ત કર્યો હતો.
○○●
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
