રાજ્યની સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પંચાયત તેમજ ગુજરાતમાં આવેલી બેંકમાં બકરી ઈદની જાહેર રજા હવે તા. ૨૭ને બદલે તા. ૨૮ મેના રોજ રહેશે
(પ્રતિનિધ દ્વારા,) : રાજ્યની સરકારી કચેરીઓ,બોર્ડ, નિગમ, પંચાયત તેમજ ગુજરાતમાં આવેલી બેંકમાં બકરી ઈદની જાહેર રજા અગાઉ તા. ૨૭ મે ૨૦૨૬ બુધવારના રોજ જાહેર કરવામાં આવી હતી. આ રજા હવે તા. ૨૭ મેના બદલે તા. ૨૮ મે ૨૦૨૬ ગુરૂવારના રોજ રહેશે તેમ, સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
હવે રાજ્યની તમામ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમ, પંચાયત તેમજ ગુજરાતમાં આવેલી બેંકો બુધવારના રોજ રાબેતા મુજબ ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ આ અંગે તા. ૨૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬ની જાહેર રાજાઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.
———–
જનક દેસાઈ
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
