ડોલવણમાં સૌથી વધુ ૫૨ અને ઉકાઇમાં ૪૯ મીમી વરસાદ વરસ્યો

ગ્રામ્ય વિસ્તારનો વરસાદ(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૬. :- તાપી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત આંકડા મુજબ, તા. ૦૬ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારના ૬:૦૦ વાગ્યાથી સાંજના ૬:૦૦ વાગ્યા સુધીના ૧૨ કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે.
આ સમયગાળામાં જિલ્લાના તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. સોમવારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં ૫૨ મીમી અને ઉકાઈ વિસ્તારમાં ૪૯ મીમી જેટલો નોંધાયો છે.
આ સિવાય અન્ય તાલુકાઓની વાત કરીએ તો વાલોડમાં ૨૯ મીમી, સોનગઢમાં ૨૩ મીમી, ઉચ્છલમાં ૨૧ મીમી, વ્યારામાં ૧૬ મીમી, નિઝરમાં ૧૨ મીમી અને કુકરમુંડામાં સૌથી ઓછો ૦૮ મીમી વરસાદ નોંધાયો છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
