મહેસુલી અધિકારીઓ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરે તેમજ હકારાત્મક અભિગમ સાથે તાપી જિલ્લો રાજ્યમાં મોખરે રહે તે માટે ટીમ તાપી સહિયારો પ્રયાસ હાથ ધરે : કલેકટરશ્રી દેવ ચૌધરી

0
કલેકટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને મહેસુલી અધિકારીઓની બેઠક
Contact News Publisher

તાપી જિલ્લા કલેકટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને મહેસુલી અધિકારીઓની બેઠક યોજાઈ

————  

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨– તાપી જિલ્લા મહેસુલી અધિકારીઓની બેઠક આજરોજ કલેકટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. આ ઔઉબેઠકમાં જમીનને લગતા કેસો, ગણોતધારા કેસો, લેન્ડ ગ્રેબીંગ કેસો, ઈ-ધરા કામગીરી, સરકારી જમીન ઉપર દબાણો,સીટી સર્વે વિસ્તારો સહિત સરકારી બાકી વસુલાત, મૃત ખાતેદારોની વારસાઈ, ઈ-સરકાર તેમજ સરકારશ્રીના વિવિધ પોર્ટલ ઉપર તાપી જિલ્લાની કામગીરી માનાંક વિગેરે મુદૃદાઓ વિષયે વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરાઈ હતી.

મહેસુલી અધિકારીઓને સુચારૂ માર્ગદર્શન આપતા કલેકટરશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે દરેક કામો અંગે સરકારશ્રીએ સમયમર્યાદા નક્કી કરી હોય છે. તેનું પાલન કરવું અને જનસેવા કેન્દ્રો ખાતે આવતા નાગરિકોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ થાય તે મુજબની કામગીરી કરવાની રહેશે. વધુમાં કલેકટરશ્રીએ જમીનના કેસો અંગે કહયું હતું કે કોર્ટના હુકમનું પાલન કરવું તેમજ અરજદારને પત્ર મળ્યો કે નહીં તેની ખાતરી પણ કરવી જોઈએ. જમીન માપણીના કેસો અંગે પક્ષકારોને સમજૂત કરી હકારાત્મક ઉકેલ લાવવા કલેકટરશ્રી ચૌધરીએ ભાર મુક્યો હતો. તેમજ મહેસુલી અધિકારીઓ સરકારશ્રીની સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરે તેમજ હકારાત્મક અભિગમ સાથે તાપી જિલ્લો રાજ્યમાં મોખરે રહે તે માટે ટીમ તાપી સહિયારો પ્રયાસ હાથ ધરે એવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી.

નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડ એ જણાવ્યું હતું કે જમીન માપણી લક્ષ્યાંક ૩૦ જૂન સુધીમાં પુરી થઈ જાય તે માટે મામલતદારશ્રીઓ અને ડી.આઈ.એલ.આર.ને અનુરોધ કર્યો હતો. સરકારી વસુલાત ૨૫ લાખ ૪૬ હજાર માંગણા સામે ૨૦ લાખની વસુલાત કરવામાં આવી છે.

ડી.આઈ.એલ.આર. બી.એલ. બિરહાડે એ જણાવ્યું હતું કે, હાલમાં ડીજીટલાઈઝેશન પ્રક્રિયા ચાલુ છે. કબજેદારોને પત્ર લખી દેવામાં આવ્યા છે. વાદી-પ્રતિવાદી જમીન માપણી અંગે સહમત ન થાય તેવા કિસ્સામાં રોજકામ કરી કોર્ટને જાણ કરવામાં આવે છે. સીટીસર્વે વિસ્તારોના દબાણો અંગે નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે.

મહેસુલી અધિકારીઓની બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી સંદિપ ગાયકવાડ, તમામ તાલુકા મામલતદારશ્રીઓ, સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦૦૦૦૦૦૦

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other