ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગર ખાતે યોજાનાર TET પરીક્ષાનાં વિરોધ અંગેનાં ધરણાં કાર્યક્રમનાં આયોજન માટેની મીટીંગ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૯. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં આહવાન અનુસાર તા. ૧૧/૦૭/૨૦૨૬ નાં રોજ સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર ખાતે આયોજિત TET વિરોધ ધરણાં કાર્યક્રમનાં આયોજન અંગે આજરોજ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની એક મહત્વપૂર્ણ મીટીંગ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને અત્રેનાં બી.આર.સી. ભવન ખાતે યોજવામાં આવી હતી.
મીટીંગમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી જૈમિનકુમાર પટેલ અને પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનાં પત્ર અનુસાર ધરણાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકોને ઉપસ્થિત રાખવા અંગે સવિસ્તર ચર્ચા કરવામાં આવી. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલનાં જણાવ્યા અનુસાર સદર ધરણાં કાર્યક્રમનાં મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે. (૧) TET પરીક્ષાનો બહિષ્કાર (૨) ૨૦૦૫ પછીનાં કર્મચારીઓ માટે OPS નો અમલ (૩) ધોરણ ૬ થી ૮ ને ૪૨૦૦ ગ્રેડ પે (૪) CCC ની મુદત તથા CCC સર્ટીફિકેટનાં પ્રશ્નો (૫) શિક્ષણ સિવાયની અન્ય કામગીરી નાબૂદ કરવા (૬) તાલીમોનો અતિરેક અને HT નાં ચાર્જની વિસંગતતા દૂર કરવા (૭) AEI સીધી ભરતીમાં પગાર રક્ષણ અને પ્રાથમિક શિક્ષકનો અનુભવ માન્ય રાખવો (૮) બદલી પામેલ શિક્ષકોને ૧૦૦ % છૂટા કરવા (૯) ૨૦૦૫ પહેલાનાં શિક્ષકોનાં નાણાં GPF માં જમા કરવા (૧૦) NPS માંથી OPS માં આવેલ નિવૃત્ત શિક્ષકોનું પેન્શન ચાલુ કરવા જેવી બાબતો.
ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરનાં જણાવ્યા અનુસાર આ ધરણાં કાર્યક્રમ દ્વારા શિક્ષકોનાં પડતર પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ થાય તે માટે સરકારને રજૂઆત કરવામાં આવશે. મીટીંગમાં હાજર સર્વે હોદ્દેદારો અને શિક્ષક મિત્રોએ તા. ૧૧/૦૭/૨૦૨૬ નાં ધરણાં કાર્યક્રમને સફળ બનાવવા અને ઓલપાડ તાલુકામાંથી વધુમાં વધુ સંખ્યામાં શિક્ષકોને ઉપસ્થિત રહેવા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
