તાપી જિલ્લાની ડોલવણ ૧૦૮ ટીમ દ્વારા સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવાઈ
ડોલવણ ૧૦૮ એમ્બ્યુલન્સ માં ડિલિવરી કરાવી બાળક અને માતાને નવજીવન આપ્યું.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ડોલવણ તાલુકાના હરિપુરા ગામથી ડોલવણ હોસ્પિટલમાં લઈ જતા પ્રેગનેન્સીનો કેસ તાપી જિલ્લાના ડોલવણ લોકેશનની ૧૦૮ એમ્બ્યુલન્સ ને મળ્યો હતો. ડોલવણ તાલુકાના હરિપુરા ગામમાં રહેતી મહિલાને ડોલવણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બાળકને ગળામાં ગર્ભનાળ વીંટળાયેલ હતી ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ જતા રસ્તામાં અસહ દુખાવો ઉપડતા દર્દીને ચેક કરતા લાગ્યું કે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી પડશે તેથી એમ્બ્યુલન્સમાં રહેલ જરૂરી સાધનની તૈયારી કરી ને ઇએમટી ખુશ્બુ પટેલ અને પાયલોટ વિમલ પટેલએ એમ્બ્યુલન્સને રસ્તાની સાઈડ પર ઉભી રાખીને અમદાવાદ હેડ ઓફિસમાં રહેલ ડોક્ટર મયુર ની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લેતા ગર્ભવતી મહિલા ને ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસુતિ કરાવતા મહિલાએ નવજાત શિશુનો જન્મ આપ્યો. અને વધુ સારવાર માટે ડોલવણ હોસ્પિટલમાં ૧૦૮ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતાં. દર્દી અને તેના સગા સંબંધી જોઈએ ૧૦૮ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓનો આભાર માન્યો તથા ૧૦૮ જિલ્લા અધિકારી મયંક ચૌધરી તથા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર વતી ડોલવણ ૧૦૮ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આપણી તાપી જિલ્લાની તમામ ૧૦૮ ટીમ કોઈપણ કટોકટી ના સમય હંમેશા તૈયાર છે અને કઈપણ બનાવો કે ઇમરજન્સી માં બને તો તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી નો સંપર્ક કરવા વિનંતી
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
