કુકરમુંડાના આશ્રવા ગામે નેત્રનિદાન અને સારવાર કેમ્પમાં 135 દર્દીઓએ લાભ લીધો : 17 દર્દીઓ ઓપરેશન માટે માંડવી દાખલ કરવામાં આવ્યા 

0
કુકરમુંડાના આશ્રવા ગામે નેત્રનિદાન અને સારવાર કેમ્પમાં 135 દર્દીઓએ લાભ લીધો : 17 દર્દીઓ ઓપરેશન માટે માંડવી દાખલ કરવામાં આવ્યા 
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૦૯. કુકરમુંડા તાલુકાના આશ્રવા ગામે યોજાયેલા નેત્રનિદાન અને સારવાર કેમ્પ તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા યોજવામાં આવ્યો. જેમાં દર્દીને આંખના ઓપરેશન માટે માંડવી દાખલ કરી તાજવીજ હાથ ધરવામાં આવી હતી. જયારે રાહત દરે 72 દર્દીને ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા.

તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ અને ગ્રુપ ગ્રામ પંચાયત મટાવલ ના સહકારથી દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવીના આયોજિત આંખ ના નિષ્ણાંત તબીબો દ્વારા તા. 09/07/2026 રોજ યોજાયેલ કેમ્પમાં પ્રા.આ કેંદ્ર સદગવાનના આજુબાજુ ના ગામો આશ્રવા, આમોદા પીપળાશ મટાવલ હથોડા બહુરૂપા ના જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો. દર્દી ની વિનામૂલ્યે તપાસ કરાવમાં આવી હતી. જે પૈકી એ દર્દીઓ ને માંડવી ખાતે તેજસ આંખ ની હોસ્પિટલમાં દાખલ કરાવમાં આવ્યા અને 72 દર્દી ને સ્થળ પર સરપંચશ્રી તરફથી ચશ્માં આપી વિતરણ કરવામા આવ્યા હતા. સાથે કેમ્પમાં NCD સ્ક્રીનીંગ, PMJAY enrollment, મેલેરીયા ડેંગ્યૂ, લેપ્ટો વિશે IEC કામગીરી કરવામાં આવેલ.

અશ્રવા ગામે યોજાયેલ કેમ્પમાં મેડીકલ ઓફિસર ડૉ.કૃપલ ચૌધરી,તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના

મુખ્ય કન્વીનર જગદીશ મરાઠે, શ્રીમતી ભારતીબેન ઉપેદ્ર નાઈક સરપંચશ્રી ઘનશ્યામભાઈ પટેલ, ઉપસરપંચ તથા આગેવાનો તથા પ્રા.આ કેન્દ્ર સદગવાનની આરોગ્ય ટીમ ખાસ ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લાભાર્થીઓ ને સેવા પુરી પાડવામાં આવી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other