સોનગઢના બેડી નવચંડી ફળિયા રોડ પરથી કોઝવે સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાઈ

ભારે વરસાદથી વાહનવ્યવહાર અવરોધાતા તાપી વહીવટી તથા ડિઝાસ્ટર તંત્ર એક્શન મોડમાં
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :તા. ૦૪. :-તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર તથા ડિઝાસ્ટર તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે. સોનગઢ તાલુકાના બેડી નવચંડી ફળિયા રોડ (ઉકાઈ વિસ્તાર) પર આવેલા લો-લેવલ કોઝવે પર વરસાદી પાણીની સાથે વહી આવેલ કચરો, ઝાડની ડાળીઓ અને માટી જમા થઈ ગઈ હતી, જેના કારણે વાહનવ્યવહાર અવરોધાયો હતો.
ડિઝાસ્ટર વ્યવસ્થાપનની સૂચના અન્વયે તંત્ર દ્વારા તાત્કાલિક જેસીબી મશીન અને સફાઈ કર્મીઓની મદદથી કોઝવે પરનો તમામ કચરો દૂર કરી રસ્તાની સફાઈ કરવામાં આવી છે. આ ઝડપી કામગીરીના કારણે કોઝવે પરથી પાણીનો નિકાલ સરળ બન્યો છે અને સ્થાનિક ગ્રામજનો તેમજ વાહનચાલકો માટે રસ્તો પુનઃ સુરક્ષિત રીતે ખુલ્લો કરવામાં આવ્યો છે.
૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
