ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી “અટલવાડી યોજના”ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી મંજૂરી

0
9d6f373e-009c-42d0-9721-87cd0d8ba94f
Contact News Publisher

ગામડાઓમાં સામાજિક કે જાહેર પ્રસંગો થઈ શકે તેવું ૫૦૦ નાગરિકોની ક્ષમતા ધરાવતું સામૂહિક સ્થળ બનાવાશે : પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી

*****

પ્રાથમિક તબક્કે ૨,૦૦૦થી વધુ વસ્તી ધરાવતા ગામોને મળશે યોજનાનો લાભ

*****

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી “અટલવાડી યોજના”ને મંજૂરી આપી છે. જેની વિગતો આપતાં પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે “અટલવાડી યોજના”ને મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે.

 

આ સંદર્ભે વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ યોજના હેઠળ ગામડાઓમાં સામાજિક અને જાહેર પ્રસંગો એક છત હેઠળ થઈ શકે તે પ્રકારની ૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતી “અટલવાડી” બનાવવામાં આવશે. અટલવાડીમાં આર્ક-શેડ સહિતનો મોટો ઓપન હોલ, રસોડું, મહિલા અને પુરુષો માટે અલગ શૌચાલય અને પીવાના શુદ્ધ પાણીની પ્રાથમિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યમાં ૨,૦૦૦થી વધુ વસ્તી ધરાવતા ગામોને આ યોજનાનો લાભ મળશે.

 

આ નિર્ણયથી ગામડાના સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને લગ્નપ્રસંગ, સામાજિક કે ધાર્મિક મેળાવડા માટે વ્યાજબી ભાડામાં આધુનિક સુવિધા મળી રહેશે. અટલવાડી યોજના હેઠળ પોતાના ગામમાં જ સુવિધા મળવાથી નાગરિકોના ખર્ચમાં પણ મોટી બચત થશે.

 

આ ઉપરાંત કુદરતી આપત્તિ, વાવાઝોડું, અતિવૃષ્ટિ સમયે શેડનો ઉપયોગ શેલ્ટર હોમ તરીકે પણ કરી શકાશે. આપત્તિ સમયે આ ભૌતિક માળખું ગ્રામજનો માટે સુરક્ષિત ‘શેલ્ટર હોમ’ તરીકે ઉપયોગમાં લઈ શકાશે.

 

વધુ વિગતો આપતાં તેમણે કહ્યું કે, વાડીના નિર્માણ માટે ગ્રામ પંચાયતની ખુલ્લી જગ્યા, પંચાયત નિર્ધારીત પ્લોટ, ગામના મુખ્ય મંદિર કે પ્રવાસન સ્થળની નજીકની જાહેર જગ્યાને પસંદ કરવામાં આવશે. અટલવાડીનો લાભ ગામના તમામ નાગરિકોને કોઈ પણ ભેદભાવ વિના સમાન રીતે મળશે, જેથી પરસ્પર સહયોગ અને સામાજિક સમરસતા પણ વધશે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવી “અટલવાડી યોજના” માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના અંદાજપત્રમાં રૂ. ૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

*****

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *