કતારગામ 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મહિલા અને બાળકને સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો

0
Woman help line 181 abhayam logo
Contact News Publisher

પરિવારિક વિવાદથી પ્રભાવિત મહિલાને કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને સુરક્ષા સહાય પૂરી પાડવામાં આવી

 (રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૨૦. : 181 મહિલા હેલ્પલાઇન પર એક વ્યક્તિ દ્વારા સહાયની ભાવનાથી સંપર્ક કરવામાં આવ્યો હતો. કોલ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે એક મહિલા પોતાના બાળક સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં છે અને તેમને મદદની જરૂર છે.

માહિતી મળતા જ કતારગામ 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર પહોંચી ટીમ દ્વારા મહિલાની સાથે વાતચીત કરવામાં આવી હતી. વાતચીત દરમિયાન મહિલાએ પરિવારિક મતભેદને કારણે ઘર છોડીને નીકળ્યાનું જણાવેલ હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પતિના વ્યસન અને ઘરેલુ પરિસ્થિતિને કારણે તેઓ માનસિક રીતે પરેશાન હતા તેમજ હાલ ઘરે પરત જવાની ઇચ્છા વ્યક્ત કરી નહોતી. તેમણે સુરક્ષિત જગ્યાએ રહેવાની જરૂરિયાત જણાવી હતી.

181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મહિલાને જરૂરી કાઉન્સેલિંગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ સહાય સેવાઓ અને આશ્રય ગૃહ અંગે માહિતી આપવામાં આવી હતી. મહિલાની અને તેમના બાળકની સુરક્ષા તથા હિતને ધ્યાનમાં રાખીને બંનેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો.

સાથે સાથે મહિલાને 181 મહિલા હેલ્પલાઇન દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય સેવાઓ અંગે પણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

181 મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓને તાત્કાલિક સહાય, માર્ગદર્શન અને સુરક્ષા પૂરી પાડવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *